તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવા દિવસ : ‘ઇન્સ્પાયર ટુ એસ્પાયર’ પર વીરતા અને સાહસના બે દાખલા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
\\\"હું સીઆરપીએફની 45મી બટાલિયનનો કમાન્ડર હતો. જેમાં હું ફેબ્રુઆરી 2017માં કાશ્મીરના બાંદીપોરા એન્કાઉન્ટરમાં સામેલ હતો. મને ગોળીઓ વાગી હતી. તેમ છતા મેં 16 રાઉન્ડ ફાયર કર્યા તેમજ એન્કાઉન્ટર દરિયાન લશ્કરનાં કમાન્ડર અબુ મુસૈબને ઠાર માર્યો હતો. મને કુલ 8 ગોળીઓ વાગી હતી, જેમાંથી 5 ગોળી બુલેટ પ્રુફ જેકેટમાં ફસાયેલી હતી અને એક ગોળી જમણા હાથમાં, બીજી ગોળી ડાબા હાથમાં, ત્રીજી ગોળી જાંઘમાં વાગી હતી, તેમજ ગ્રેનેડનાં છરા પણ વાગ્યા હતા. ઇજાને કારણે મેં મારી ડાબી આંખ ગુમાવી દીધી હતી. નસીબથી મને મગજમાં ગોળી નહોતી વાગી પણ મગજ પર પડનાર ખતરનાક ઇન્ટ્રા ક્રેનિયલ પ્રેશર વધી ગયુ હતું, બ્રેનમાં ક્લૉટ પણ હતા, જેનાં કારણે મારૂ ઓપરેશન કરવુ પડ્યુ હતુ. ઓપરેશન બાદ હું 25 દિવસ કોમામાં રહ્યો હતો. 16 માર્ચે વેન્ટીલેટર હટાવી મને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઑર્થોપેડિક ટીમે પગનાં ફ્રેક્ચરની સારવાર કરી હતી, ઑપ્થેલ્મોલૉજિસ્ટે મારી ડાબી આંખ બચાવી લીધી પણ જમણી આંખ બચાવી શક્યા નહોતા. તેમજ ન્યૂરોલૉજિસ્ટ અને પ્લાસ્ટિક સર્જન પણ મારી સારવાર કરી રહ્યા હતા. 19 માર્ચે મને પહેલીવાર ભોજન અપાયું હતું. હોસ્પિટલનાં તબીબ અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે જ્યારે મને હોસ્પિટલમાં લવાયો હતો ત્યારે મારો ગ્લાસ્ગો કોમા સ્કોર (માથાની ઇજાની ગંભીરતા નક્કી કરવાનો ટેસ્ટ) એમ 3 હતો. એ સમયે હું કોમામાં હતો અ્ને હવે મારો સ્કોર એમ 6 છે. જે મારા માટે કોઇ ચમત્કારથી ઓછો નહોતો. મારી પત્ની પોતાની હિંમત હાર્યા વિના મારી સાથે અડીખમ ઉભી રહી હતી.

આતંકીઓ સાથે લડતાં આંખમાં 1, શરીર પર 8 ગોળી વાગી, 25 દિવસ કોમામાં રહ્યા
\\\"મને પહેલાથી જ સ્પિડ અને થ્રીલનો ઘણો શોખ હતો, હાલમાં હું ઇન્ડિગો એરલાઇન પાયલોટ છું અને કાર્ટીંગ મારૂ પેશન છે, હું જ્યારે નાની હતી ત્યારે હું સ્પોર્ટસ સાઇકલ ચલાવતી હતી. મારી સ્પિડનાં શોખને કારણે બાઇક ચલાવતી વખતે પણ હું ઘણા છોકરાઓને ઓવર ટેક કરતી અને થોડા આગળ ગયા બાદ મને બધા જ છોકરાઓ ગુડ ડ્રાઇવિંગનું કોમ્પ્લિમેન્ટ આપતા. ત્યારે મને અનુભવ થતો કે હું અન્ય છોકરીઓ જેવી નથી મારૂ ડ્રાઇવિંગ સારૂ છે. હું કોલેજમાં હતી ત્યારે મને ગો કાર્ટીંગનો શોખ હતો અને હું ગો-કાર્ટીંગની પ્રેક્ટીસ કરતી હતી. મારા પેરેન્ટ્સ મારા આ નિર્ણયની વિરુદ્ધ હતા કારણકે એમને એવુ લાગતુ હતુ કે મને કંઇ વાગી જશે કે કોઇપણ પ્રકારની ઇન્જરી આવશે તો મારા ફ્યુચરનું શું? પણ એ વાત હતી કે મારા ફ્લાઇંગનાં સપનાને લઇને એમણે મને ક્યારેય અટકાવી ન હતી. જ્યારે તેઓ મારી રેસિંગની વિરુદ્ધમાં હતા ત્યારે હું એમનાંથી છુપાઇને મારૂ રેસિંગ હેલમેટ ઘરની બહાર છુપાવી દેતી અને વહેલી સવારે દિવાલ કુદીને ચોરી છુપે પ્રેક્ટીસ કરવા જતી. મિડલ ક્લાસ ફેમિલિના કારણે મને ઘરેથી કોઇપણ પ્રકારની હેલ્પ મળવાની શક્યતા ન હતી, મેં રેસ ટ્રેક પર મિકેનિક, ટાયર ચેન્જર, કાર વોશ કામો કરીને પૈસા ભેગા કર્યાં.હું પહેલી વખત રેસ માટે ગો કાર્ટમાં બેસી ત્યારે મને અનુભવ થયો કે બસ આ એજ વસ્તુ છે જે મને જોઇએ છે. એ સમયે 2009માં હું નેશનલ કાર્ટીંગ એમ્પિયન શીપનાં ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચનારી પહેલી મહિલા હતી. રાઇડિંગ મારૂ પેશન હતુ અને ફ્લાઇંગ મારૂ પ્રોફેશન અને હું મારા પેશન અને પ્રોફેશન બન્નેથી ઘણી ખુશ છું.\\\'

હું રેસર બનવા માગતી હતી, પરિવાર વિરોધમાં હતો, દીવાલ કૂદીને પ્રેક્ટિસ કરવા માટે જતી
અન્ય સમાચારો પણ છે...