તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવાનો દેશની લોકશાહીના આધારસ્તંભ છે: કલેક્ટર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વોટ કરેંગા યુવા અભિયાન અંતર્ગત લોકશાહી, યુવાનો અને ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે ટોક-શોનું આયોજન ભારતીય ચૂંટણી પંચ અને અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે લક્ષ્મીપતિ ગ્રુપના સહયોગથી અગ્રસેન ભવનમાં કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટરે કહ્યું કે આ વખતની ચૂંટણીમાં પહેલી વખત મતાધિકારનો ઉપયોગ કરશે તેવા યુવાનોની સંખ્યા એક લાખ છે. કલેક્ટર ડો. ધવલ પટેલ ઉપરાંત રવિ છાવછરિયા, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ કમલેશ યાજ્ઞિક, કે.પી. કોમર્સ કોલેજના પ્રો. ડો. પૂર્વી કોઠારી સહિતના વક્તાઓએ યુવાનોને દેશની લોક શાહીના આધારસ્તંભ ગણાવ્યા હતા. આ તકે યુવાનો સાથે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં યુવાનોના અલગ અલગ પ્રશ્નોના કલેક્ટરે જવાબો આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...