સેમિનાર / યંગસ્ટર્સ અને હાઉસવાઈફ પણ ઘરે બેસીને એક્સપોર્ટ કરી શકે છે

DivyaBhaskar News Network

Mar 16, 2019, 12:24 PM IST
Surat News - youngsters and housewives can also sit at home and export 033021
Surat News - youngsters and housewives can also sit at home and export 033021
સુરત | એક્સપોર્ટ કરવા માટે મોટું ઈન્વેસમેન્ટ કરવું જરૂરી નથી. જોઈન્ટ વેન્ચરમાં જોડાઈને પણ એક્સપોર્ટને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જઈ શકાય છે. યંગસ્ટર્સ માટે અઠવાલાઈન્સ પર એક્સોપોર્ટ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વાત ભગીરથ ગોસ્વામીએ કહી હતી.

મોટા રોકાણ કરવાની વાતમાં સચ્ચાઈ નથી

ભગીરથ ગોસ્વામી

યુવાનો વિચારે છે કે એક્સપોર્ટ કરવું ખૂબ જ અઘરું છે અને મોટા ઈન્વેસ્ટમેન્ટની જરૂર પડે છે. હાઉસવાઈફ પણ એક્સપોર્ટ કરી શકે છે. ફકત એ સમજવાની જરૂર છે કે એમણે કઈ વસ્તુ એક્સપોર્ટ કરવી છે. એક્સપોર્ટ કરવા માટે દરેકને એક ભ્રમણા હોય છે કે પોતાનું મેન્યુફેક્ચરિંગ હોવું જરૂરી છે. પરંતુ આ વાત ખોટી છે. દરેક વસ્તુનો મોટા જથ્થામાં ભારતમાંથી એક્સપોર્ટ થાય છે. તમારે ફક્ત તમારી રીતે વસ્તુનો સોર્સ શોધવાનો છે. તમારી પાસે કોઈ પ્રોડક્ટ છે અને તમે તે મેન્યુફેક્ચરર પાસે જઈને કહો કે તમે એક્સપોર્ટની એક્ટિવિટીમાં ભાગ લઈ રહ્યા છો. અને તમે એ પ્રોડક્ટની કિંમત જાણો.

એક્સપોર્ટ કરવામાં સરકાર પણ મદદ કરે છે

રાહુલ અગ્રવાલ

ગવર્મેન્ટ MEIS સ્કીમ આપે છે. જે ઈમ્પોર્ટ અને એક્સપોર્ટની સ્કીમ છે. જે અંતર્ગત ગવર્મેન્ટ તમે જે એક્સપોર્ટ કરી રહ્યા છો તેના પર તમને ઈન્સેન્ટિવ આપશે. જે 2 ટકા, 3 ટકા અને 4 ટકા છે. આ ઈન્સેન્ટિવ પ્રોડક્ટ પર આધારિત હોય છે. દરેક પ્રોડક્ટનું ઇન્સેન્ટિવ દેશ પ્રમાણે નક્કી કરવામાં આવે છે જે વારંવાર બદલાય કરે છે. તેથી તમે જયારે એક્સપોર્ટ કરો છો ત્યારે તમારા સીએ પાસેથી તમારું ઈન્સેન્ટિવ જાણી શકો છો. તેની માહિતી તમે ઓનલાઈન પણ આપી શકો છો. આજે દેશમાંથી ઘણી બધી વસ્તુઓ એક્સપોર્ટ થાય છે અને ભવિષ્યમાં પણ એની ડિમાન્ડ રહેશે. સૌથી પહેલા રિસર્ચ કરો કે તમે કયો પ્રોડક્ટ એક્સપોર્ટ કરવા માંગો છો.

સોશિયલ મીડિયાથી કરો પ્રોડક્ટની બ્રાન્ડિંગ

મીનીષ પરીખ

તમારી બ્રાન્ડને રેગ્યુલર સોશિયલ મીડિયા પર પબ્લિશ કરો. સોશિયલ મીડિયાની રીચ સૌથી વધારે અને સૌથી ફાસ્ટ હોય છે. એક જ જગ્યાએ બેસીને તમે દુનિયાના કોઇપણ ખૂણે બ્રાન્ડિંગ કરી શકો છો. સોશિયલ મીડિયાથી બ્રાન્ડિંગ કરવા માટે તમે પોતે અલગ અલગ ઈવેન્ટમાં ભાગ લો. અલગ અલગ કેમ્પેઈન કરો. આમ કરવાથી તમારી બ્રાન્ડ વેલ્યુ વધશે. તમે તમારી બ્રાન્ડ દ્વારા ઓળખાવા લાગશો. અને તમારી વસ્તુથી ઓળખાશો. બ્રાન્ડમાં ટેગ લાગવાથી તેની કિંમત વધી જાય છે. વસ્તુનો તફાવત બ્રાન્ડ વેલ્યુ પરથી જાણી શકાય છે. તેનાથી મોનોપોલી વધી શકે છે. તમારી વસ્તુને સારું પેકેજિંગ કરી તેને એક સ્ટાન્ડર્ડ ક્લોલિટીનો બનાવો.

X
Surat News - youngsters and housewives can also sit at home and export 033021
Surat News - youngsters and housewives can also sit at home and export 033021
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી