તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યતીમખાનાના નિકાહમાં પવિત્ર કુઅા�ન સહિતની ભેટો અપાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ સુરત ઇસ્લામ યતીમખાના અઠવાગેટ દ્વારા યતીમ યુવાનોના સમૂહનિકાહનું આયોજન કરાયું હતું. આ અંગે યતીમખાનાના ટ્રસ્ટી નાવેદભાઈ શેખે જણાવ્યું હતું કે 100 વર્ષ પૂર્વે અનાથ બાળકો માટે સ્થાપના કરાયેલા આ યતીમખાનામાં અત્યાર સુધીમાં 500થી વધુ યુવાનના નિકાહ કરાવાયા છે. તેની સાથે કેટલાયે અનાથ બાળકોને છત્રછાયા પૂરી પડાઈ છે. આ વર્ષે પણ 350 જેટલા અનાથ બાળકો રહે છે. તેની સાથે યતીમખાના તરફથી અનાથ છોકરીના પરિવારોને પણ તમામ મદદ કરાઈ રહી છે. મૌલવી હનીફ લુકારવીએ બયાન કર્યું હતું. જ્યારે મુફથી કલીમ લુહારવીએ નિકાહ પઢાવ્યા હતા. સમારોહમાં મુફતી ઇસ્માઈલ કછોલવીએ દુઆ કરાવી હતી. આ પ્રસંગે નવદંપતીઓને કુઆ�ન, ઘરેણા, કપડા, વાસણો સાથે 80 જેટલી ઘરવખરી સહિતની વસ્તુઓ ભેટમાં અપાઈ હતી. સમારોહમાં સોસાયટીના પ્રમુખ યુનુસ ચક્કીવાળાએ મહેમાનોને આવકાર આપ્યો હતો. સેક્રેટરી ઉઝેરબેગ મીરઝાએ સોસાયટીની કામગીરીનો ચિતાર આપ્યો હતો. સન 1921માં યતીમખાનાનો 4 બાળકોને આશરા સાથે પ્રારંભ કરાયો હતો. સમારોહમાં ત્રણ હજારથી વધુ લોકોએ ઉપસ્થિત રહીને નવદંપતીને આશીર્વચન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...