તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કતારગામમાં લગ્નમાં મહિલાની છેડતી, તલવારથી હુમલો કરાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કતારગામમાં ઉદયનગર પાસે પ્રભુનગરમાં લગ્ન પ્રસંગમાં નાચતી વખતે ધક્કો લાગવાથી ઝગડો થયો હતો. તેમાં મારામારી થઈ હતી. તેમાં મહિલાની છેડતી કરાઈ હતી. ચારેક જણાએ એક યુવકના માથામાં તલવાર મારીને હત્યા કરવાની કોશિષ કરાઈ છે. આ બાબતે બે ગુનાઓ એકબીજા સામે નોંધાયા છે.

કતારગામમાં પ્રભુનગર-એ ખાતે શનિવારે રાત્રે લગ્ન પ્રસંગ હતો. તે ઘણા યુવકો નાચી રહ્યા હતા. તેમાં રાકેશ સોસા. (રહે. રહે. રહેમતનગર,વેડરોડ) પણ નાચી રહ્યો હતો. રાકેશનો સ્થાનિક યુવકને ધક્કો લાગતા ઝગડો થયો હતો. ત્યારે રાકેશ ત્યાંથી નિકળી ગયો હતો. રસ્તામાં ચારેક જણાએ તેને આંતરીને તેને માથામાં તલવાર મારી દીધી હતી. બચાવવા ગયેલા મિત્ર પ્રકાશ જોષીને પણ ડાબા પડખામાં વાગ્યું હતું. અન્ય લોકો આવી જતા રાકેશ-પ્રકાશને મારનારા ત્યાંથી ચાલ્યા ગયા હતા. પ્રકાશ ગંભીર રીતે ઇજા પામેલા રાકેશને પ્રાણનાથ હોસ્પિટલમાં લઈ ગયો હતો. સામે પક્ષે લગ્નમાં હાજર એક મહિલાએ રાકેશ વિરૂદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો