મહિલા ક્રિકેટ: બાઉન્ડ્રી બ્યુટીઝને હરાવી ઈનિંગ સ્ટાર ચેમ્પિયન બની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | માહેશ્વરી આન્ત્રપ્રિન્યોર યૂથ ઓર્ગેનાઈઝેશન ગ્રીન,લિવ ગ્રીન થીમ પર ક્રિકે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને સુરતીઓને વૃક્ષ બચાવોનો મેસેજ આપી શકાય તે માટે ઓર્ગેનાઈઝેશન દ્વારા આ કિકેટ ટુર્નોમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિકેટ ટુર્નામેન્ટમાં 5 હજાર છોડનું વિતરણ કરીને રેકોર્ડ પણ બનાવવામાં આવ્યો હતો. જેમને છોડ આપવામાં આવ્યા તેમને છોડ ઉછેરવાના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતાં. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સી.બી પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 4થી 9 મે સુધી અલગ અલગ ટીમો વચ્ચે મેચ યોજાઈ હતી. જેમાં પુરૂષોની 10 ટીમ, મહિલાઓની 6 ટીમ અને બાળકોની 10 ટીમ વચ્ચે ક્રિકેટ યોજાઈ હતી.

ટૂર્નામેન્ટની ફાઈનલ મેચોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. પુરૂષ કેટેગરીમાં દેવ દબંગ અને આર.જી.પેન્થર્સ વચ્ચે ફાઈનલ યોજાઈ હતી, જેમાં દેવ દબંગનો વિજય થયો હતો. જ્યારે મહિલા કેટેગરીમાં ઈનીંગ સ્ટાર અને બાઉન્ડ્રી બ્યુટીઝ વચ્ચે ફાઈનલ મુકાબલો ખેલાયો હતો. જેમાં ઇનીંગ સ્ટારે બાજી મારી હતી. પુરૂષોમાં રોહીત સોમાણી અને મહિલા ખેલાડીઓમાં યશ્વી ચાંડકને મેન ઑફ ધી મેચનો એવોર્ડ એનાયત કરાયો હતો.

ક્રિકેટ મેચ દરમિયાન શહેરની અલગ અલગ સ્કૂલો અને કંપનીઓમાં ઈન્ડોર છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઈન્ડોર છોડ કેવી રીતે ઉછેરવા તેની વિગતો પણ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. વિજેતા ટીમોને મેગા પ્રાઈઝ આપવામાં આવ્યા હતાં. મેચ દરમિયાન ઈન્ડિયન પ્રિમિયર લિગ જેવો માહોલ બનાવવામાં આવ્યો હતો. ખેલાડીઓ મન મૂકીને રમ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...