તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવકને અડફેટે લેનારા બાઇક ચાલકને મહિલાઓએ પતાવી દીધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇચ્છાપોર ગામમાં હળપતિવાસમાં અડાજણના એક બાઇકચાલક યુવકે માનસિક બીમાર યુવકને ટક્કર મારીને ઇજા પહોંચાડતા માનસિક બીમાર યુવકની બહેન સહિતની મહિલાઓએ અકસ્માત કરનાર અડાજણના યુવકને મૂઢ માર-મારીને તેની હત્યા કરી નાખી હતી. મરનાર યુવકના પિતાએ ત્રણ મહિલા સહિત 4 સામે હત્યાની ફરિયાદ નોંધાવી, તો સામા પક્ષે ઇજા પામનાર માનસિક બીમાર યુવકની બહેન મરનાર યુવક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધાવી છે.

અડાજણ ખાતે ધોબીના ખાંચામાં રહેતો શૈલેશ દિનેશ ચૌધરી(24 વર્ષ) મજૂરી કામ કરે છે. રવિવારે સાંજે તે અંગત કામ માટે ઇચ્છાપોરમાં ખડી મહોલ્લામાં હળપતીવાસ ખાતે ગયો હતો. ત્યાં મનોજ છીમકા રાઠોડને નામના અસ્થિર મગજના યુવકને શૈલેશની બાઇક અથડાઈ હતી. તેના કારણે મનોજને ડાબા પગે ઘૂંટણના ભાગે અને જમણા પગે સાથળના ભાગે ઇજા થઇ હતી. તે સમયે મનોજની બહેન મનિષા દીપક રાઠોડ તેમજ અન્ય સંબંધીઓ રાધા રાજેશ રાઠોડ, ભીખી મંગુ રાઠોડ, નવીન મંગળભાઈ રાઠોડ વગેરે ત્યાં આવી ગયા હતા. તેઓએ શૈલેશને મૂઢ માર માર્યો હતો. તેને હાથ અને લાતથી જ મોઢા, કપાળ અને ગળાના ભાગે એટલો માર માર્યો કે શૈલેશનું મોત નિપજ્યું હતું. આ બાબતે શૈલેશના પિતા દિનેશ ચૌધરીએ મનિષા , રાધાબેન, ભીખીબેન અને નવીન વિરુદ્ધ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. સામે મનિષાએ પણ મરનાર શૈલેશ વિરુદ્ધ અકસ્માત કરીને મનોજને ઇજા પહોંચાડવાની ફરિયાદ નોંધાવી છે. ઇચ્છાપોર પોલીસે મનિષા સહિત તમામની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...