તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

10મીએ તેરાપંથ મહિલા મંડળ દ્વારા નારી સશક્તિકરણ શિબિર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
10 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તેરાપંથ મહિલા મંડળ દ્વારા મહિલા શિબિરનું આયોજન કરાયું છે. ચાર વિષયો પર આયોજિત સંવાદમાં શહેરના કોઈપણ મહિલા મંડળની બહેનો ભાગ લઈ શકે છે. આ માટે તેરાપંથ મહિલા મંડળ સિટીલાઈટનો સંપર્ક કરી શકે છે. કાર્યક્રમનો સમય બપોરે 2થી સાંજે 5 સુધી રહેશે.

સુરત શહેર તેરાપંથ મહિલા મંડળ સિટીલાઈટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 10 માર્ચે વિશેષ શિબિરનું આયોજન કરાયું છે. આ અંગે મંડળના રેખાબેન જૈને જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓની સ્થિતિ અંગે સંવાદ કરાશે. તેના માટે ચાર મુદ્દા પસંદ કરાયા છે. તેમાં પ્રથમ સશક્ત નારીની પરિભાષા, સશક્ત નારી દેશનું ભવિષ્ય, પરિવાર, સમાજ અને દેશની આજની તસવીર, સશક્ત નારી કેવી રીતે બદલાવ લાવી શકે છે.

આ માટે મંડળની મહિલાઓ બીજા મહિલા મંડળોનો સંપર્ક કરી વધુને વધુ બહેનોને એકત્ર કરવાનો પ્રયત્ન કરી રહી છે. જેથી મહિલાઓના સશક્તિકરણ થકી પરિવાર સમાજ અને દેશનું ભવિષ્ય સુધારી શકાય. તેની સાથે બીજા કાર્યક્રમમાં પ્રેરણા સન્માન સમારોહનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં તેરાપંથ સમાજની એવી મહિલાઓ જેમણે સંઘર્ષ સાહસ અને આત્મવિશ્વાસથી પ્રગતિ કરી છે, તેમનું સન્માન કરાશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા કોઈપણ મહિલા સંગઠનની બહેનો તેરાપંથ ભવન સિટીલાઈટ ખાતે સંપર્ક કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો