તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલાઓ હોલસેલ માર્કેટમાંથી છૂટક સાડી ખરીદી શકશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોલસેલિંગ સાડી, ડ્રેસ મટિરીયલ્સ માટે પ્રખ્યાત રિંગરોડના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં હવે ધીમી ગતિએ રીટેઈલિંગ સેક્ટરના વેપારીઓનો પ્રવેશ શરૂ થયો છે. સારોલી સ્થિત નવી ટેક્સટાઇલ માર્કેટોમાં નીચી કિંમતે ગોડાઉન મળતાં રિંગરોડ વિસ્તારના ગોડાઉન ત્યાં સ્થળાંતર થઈ રહ્યા છે. જેના વિકલ્પ રૂપે રિંગરોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં રીટેઇલરની પોતાની સંખ્યા વધારી રહ્યા છે.

રિંગરોડ ટેક્સટાઇલ માર્કેટમાં કુલ 165થી વધુ માર્કેટોમાં 75 હજારથી વધુ દુકાનો ધમધમી રહી છે. જેમાં સાડીઓ, દુપટ્ટા, ડ્રેસ મટિરીયલ્સની સાથે પડદા, સોફાના કાપડની સાથે મંડપ ઉપરાંત તમામ હોઝીયરી પ્રોડક્ટનું હોલસેલમાં વેચાણ થાય છે. ત્યારે જથ્થાઓમાં સાડી-ડ્રેસ મટિરીયલ્સનું વેચાણ કરતાં ટેક્સટાઇલ ટ્રેડર્સ હવે ધીમી ગતિએ રીટેઇલિંગ સેક્ટરમાં પ્રવેશી રહ્યા છે. ટેક્સટાઇલ માર્કેટના મોટી બેગમવાડી વિસ્તારમાં આવેલી અંબાજી માર્કેટમાં 100થી વધુ દુકાનો કાર્યરત છે. જેમાંથી મોટાભાગના વેપારીઓ રીટેઇલિંગ સેક્ટરમાં પ્રવેશી ચૂક્યા છે. બેગમવાડીના વેપારીઓ રીટેઈલિંગમાં પ્રવેશતા હવે મહિલાઓને હોલસેલ માર્કેટમાંથી રિટેલના ભાવે સાડીઓ અને ડ્રેસ મટિરિયલ મળી રહેશે.

સારોલી સ્થિત સસ્તાં ગોડાઉન મળતાં ટેક્સટાઇલ માર્કેટમાં રીટેલર્સ વધ્યા
અંબાજી માર્કેટના વેપારી સંજય મોઢાના જણાવ્યાનુસાર, મોટી બેગમવાડીની અંબાજી માર્કેટ રીટેઈલ માર્કેટ બની છે. જેનું મુખ્ય કારણ સારોલીની નવી માર્કેટમાં દુકાનો સસ્તા ભાડામાં મળી રહી છે. રિંગરોડના કાપડ ગોડાઉનો સારોલી જઈ રહ્યા છે. ત્યારે વેપાર ગ્રોથ માટે રિટેઈલિંગ સેક્ટરમાં વેપારીઓએ પ્રવેશ શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...