તમારા સમ શિફતથી મેં જ દિલને સાચવી લીધુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કવિ અદમ ટંકરાવી

ધોરણ 9માં હતો ત્યારે પ્રથમ ગઝલ લખી હતી

કિસ્સો -1 | ગઝલની શરૂઆત ટંકારીયા હાઈસ્કૂલમાં ધોરણ-9 માં થઈ હતી. 9 માં ધોરણમાં ઘણું બધુ બનતુ હોય છે. ધોરણ-9 માં રાંદેરના એક ગઝલકારની ગઝલે વાંચતો હતો. એકવાર એવી જાહેરાત થઈ કે સુરતમાં એક પંક્તિ ઉપર મુશાયરો છે. એ પંક્તિ પણ એમાં આપેલી હતી. હવે લાગી રહ્યુ છે વાર્તા પૂરી થવા આવી. એટલે મેં ગઝલો લખી. તે વખતે એવી સમજ હતી કે ગઝલમાં પ્રણયની વાત આવે. ને બુદ્ધિની વાત વધારે ન આવે ને દિલની વાત વધારે આવે. પહેલીવાર બોલવાનું હતુ દર્શકોની સામે એટલે થોડો નર્વસ હતો. પ્રેક્ટિસ કરી હતી છતાં જ્યારે માઈક ઉપર બોલવાનું થયુ ત્યારે, પ્રણયપંથે આ બુદ્ધિ તો હવે થાકી જવા આવી રજૂ કર્યુ.


city event

સુરત | સ્વજન અને એસવીબી મંચ દ્રારા ‘લીમડાની ડાળ પર મેપલનું પાન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં બ્રિટન નિવાસી કવિ અદમ ટંકરાવી ઉપસ્થિત રહ્યા હતા. કવિ અદમ ટંકરાવીએ પોતાના કિસ્સાઓ કહી ગઝલો સંભળાવી હતી. તેમજ આ કાર્યક્રમમાં જગદીશ ઈટાલિયા, સુનિલ રેવર અને કેયુર વાઘેલાએ સંગીત પ્રસ્તુતિ કરી હતી.


પ્રણયપંથે આ બુદ્ધિ તો હવે થાકી જવા આવી,

બહુ સારુ થયુ મારી મગજમાં ઘેલછા આવી,

કદમ પણ થઈ ગયા ભારે, હ્રદય પણ જોરથી ધબક્યુ,

જરા કોઈ બતાવી દો મને આ કઈ જગા આવી,

તમારા સમ શિફતથી મેં જ દિલને સાચવી લીધુ,

જગતમાં તો ઘણી ચીજો મને લલચાવવા આવી,

જખમ જીવલેણ છે એનો કોઈ શોક ના કરશો,

મને સંતુષ્ટ છે કે બે ઘડી તમને મજા આવી,

હવે પદડો ઉઠાવીને ઝલક એક પળ બતાવી દે,

મને ડર છે કે આ દુનિયા તને ભૂલી જવા આવી છે.
અન્ય સમાચારો પણ છે...