તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિત્ર સુંદર હોય કે નહીં, ચારિત્ર્ય સુંદર હોવું જોઈએઃ સરસ્વતીશ્રી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભગવાન મહાવીરે સાધુ-સાધ્વીઓ માટે મહાવ્રત ધર્મ અને શ્રાવક-શ્રાવિકાઓ માટે અણુવ્રત ધર્મનું પ્રવર્તન કર્યું. આચાર્ય તુલસીએ લોકોના ચારિત્ર્યના ઉત્થાન માટે અણુવ્રત આંદોલનનો પ્રારંભ કર્યો હતો. તેઓ કહેતા ચિત્ર સુંદર હોય કે નહીં, ચારિત્ર્ય સુંદર હોવું જોઈએ. સાધ્વી સરસ્વતીશ્રીએ આ શબ્દો ઉધનામાં કહ્યાં હતા.

ઉધના તેરાપંથ ભવનમાં અણુવ્રત ઉદબોધન સપ્તાહનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે સાધ્વી સરસ્વતીશ્રીએ આચાર્ય તુલસી અને આચાર્ય મહાપ્રજ્ઞના સંદેશાને જીવનમાં ઉતારવા બોધ આપ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે અણુવ્રત આંદોલન સમાજમાં નૈતિકતાના પ્રતિષ્ઠાપન માટે શરૂ કરાયું હતું. માનવીના ચિત્રની સાથે ભીતરનો માનવી પણ સુંદર હોવો જોઈએ. મનુષ્યની ભીતરમાં જ્યાં સુધી રાગ, દ્વેષ, ક્રોધ, લોભ, મોહ જેવા તત્વો છે, ત્યાં સુધી ચારિત્ર્યનો વિકાસ થતો નથી.

આચાર્ય તુલસી અને મહાપ્રજ્ઞ જેવી વિભૂતિઓ જવલ્લે જ હોય છે. સાધ્વી હેમલતાએ કહ્યું કે એક દીપકમાં રોશની ફેલાવવાની તાકાત છે, તો અણુ એટલે સુક્ષ્મ અને અણુવ્રત એટલે નાના નાના વ્રતો. સમારોહમાં અધ્યક્ષ બંસીલાલ નાહર અને અર્જુનભાઈ મેડતવાલે ગુરૂ ભગવંતોના સંદેશને ઉપાડ રચનાત્મક કાર્યોમાં લાગી જવાની હાકલ કરી છે. અણુવ્રત સમિતિના અધ્યક્ષ નેમચંદ કાવડિયા સહિત ઉધના તેરાપંથ સમાજના અગ્રણીઓએ સાધ્વીજી મહારાજની અનુમોદના કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સાધ્વીજીએ ઉદબોધન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...