તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાંડેસરામાં ટીવી જોતા સમયે 6 વર્ષની બાળકી સિક્કો ગળી ગઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંડેસરામાં 6 વર્ષની બાળકી રૂ.5નો સિક્કો ગળી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. બાળકી સિક્કો મોઢામાં મૂકી ટીવી જોતી હતી ત્યારે અચાનક ખાંસી આવતા સિક્કો ગળી ગઈ હતી.

પાંડેસરા છત્રપતિ શિવાજી નગર ખાતે રહેતા અર્જુનભાઈ જાદવની પુત્રી રોશની(6) ધોરણ 1માં અભ્યાસ કરે છે. સોમવારે સાંજે રોશની ઘરે ટીવી જોતી હતી. તે વખતે તેણે રૂ.5નો સિક્કો મોઢામાં મૂક્યો હતો, તેને અચાનક ખાંસી આવતા મોઢામાં નાખેલો સિક્કો રોશની ગળી ગઈ હતી. સિક્કો ગળી ગઈ હોવાની જાણ રોશનીએ માતા-પિતાને કરી હતી. કુદરતી હાજતમાં સિક્કો નિકળી જશે તેવું માની પરિવાર સારવાર માટે સોમવારે લાવ્યો ન હતો. મંગળવારે રોશનીને પેટમાં દુ:ખાવો થતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં તેને જી-2 વોર્ડમાં દાખલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...