તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયાતી યાર્ન પર ડ્યૂટી વધારવાની પ્રેરવી સામે વીવર્સની નારાજગી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટેક્સટાઇલ સેક્ટર પર જીએસટીના સ્લેબમાં ફેરફાર કરવાની ચર્ચાની સાથે ઈમ્પોર્ટ થતાં યાર્ન પર પણ ડ્યુટી વધારવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. ત્યારે ઈમ્પોર્ટેડ યાર્ન પર ડ્યુટી ઝીંકવા સામે વીવર્સ આલમમાંથી નારાજગી વ્યક્ત કરાઈ રહી છે. હવે ઈમ્પોર્ટેડ યાર્ન પર ડ્યુટી વધે તેવી ચિંતા ટેક્સટાઇલ ઉદ્યોગમાં વ્યક્ત થઈ રહી છે. જો ઈમ્પોર્ટેડ યાર્ન પર ડ્યુટી વધારવામાં આવે તો સુરત સહિત માલેગાવ, ભીવંડી, ઈરોડ, તિરુપુર, સાલેમ, જયપુર તથા કોઈમ્બતુરના વીવર્સને સસ્તુ યાર્ન મળતું મુશ્કેલ થશે. સ્થાનિક મોટા યાર્ન ઉત્પાદકો દ્વારા લાંબાં સમયથી વિયેતનામ, ચીન અને ઇન્ડોનેશિયાથી ઈમ્પોર્ટ થતાં યાર્ન પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારવાની માંગ થઈ રહી છે. ત્યારે ફોગવા સહિત સ્થાનિક વીવર્સ અગ્રણીઓના મતાનુસાર, વિદેશથી ઈમ્પોર્ટ થતાં યાર્ન પર ડ્યુટી વધે તો સ્થાનિક યાર્ન ઉત્પાદકો તે તકનો લાભ લઈ અહીંના યાર્નની કિંમત વધારી દેશે. જેના કારણે ઉત્પાદન કોષ્ટ પર મોટી અસર થશે. ફોગવા પ્રમુખ અશોક જીરાવાલાના જણાવ્યાનુસાર,પ્રિ-બજેટ માંગણીમાં અમે યાર્ન પર ઈમ્પોર્ટ ડ્યુટી નહીં વધારી વાયા બાંગ્લાદેશ થઈને આવતાં ફેબ્રિક્સ પર એન્ટી ડમ્પીંગ ડ્યુટી વધારવા માંગ કરી છે. સ્થાનિક યાર્ન કરતાં વિદેશી યાર્નની ક્વોલિટી ઉત્તમ હોઈ છે. જેના કારણે એક્સપોર્ટ ક્વોલિટીનું ફેબ્રિક્સ લોકલ વીવર્સને તૈયાર કરવામાં સરળતાં રહે છે. અહીં 25 હજાર વીવર્સ અને 4 લાખ કારીગરો છે. જો યાર્નની ડ્યુટી વધે તો કાપડ ઈન્ડાયરેક્ટલી મોંઘુ થશે અને પ્રોડક્શન કાપ પર તેની સીધી અસર થશે.

અન્ય સમાચારો પણ છે...