ન રેઈનકોટ પહેરીશું, ન અમે પલળીશું કારણ કે અમે ખેલૈયા ઈન્ડોરવાળા...!

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત શહેરમાં એશિયાની સૌથી મોટી ઈન્ડોર નવરાત્રિનું આયોજન થશે, રાજ્યમાં સૌથી વધારે ઈન્ડોર નવરાત્રિનું આયોજન પણ સુરત શહેરમાં જ છે. સુરતમાં 40 હજાર ખૈલૈયા ઈન્ડોર નવરાત્રિમાં ગરબા રમશે. ગુજરાતમાં સૌથી વધારે છે. 29મી સપ્ટેમ્બરના રોજ નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, પરંતુ વરસાદના કારણે શહેરમાં અમુક જગ્યાઓ ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે, જો વધારે વરસાદ આવે તો ઓપન ગ્રાઉન્ડમાં યોજાતી નવરાત્રિ કેન્સલ પણ થઈ શકે છે. શહેરમાં કંઈ જગ્યાએ નવરાત્રિનું કેવું આયોજન છે, વાંચો સિટી ભાસ્કરનો સ્પેશિયલ રિપોર્ટ. અમદાવાદમાં પણ એક જ જગ્યા પર ઈન્ડોર નવરાત્રિનું આયોજન કરાયુ છે જ્યારે વડોદરામાં પણ એક જ જગ્યા પર ઈન્ડોર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં સૌથી વધારે ઈન્ડોર નવરાત્રિ યોજાશે.

નવરાત્રિમાં બાઈક, રિયલ ડાયમંડ ગોલ્ડ રિંગ, એલઈડી ટીવી સહિત લાખોનાં ઈનામ
સુવર્ણભૂમિ પાર્ટી પ્લોટ
સુવર્ણ ભૂમિ પણ એસી ડોમ છે.મ્યુઝિક ડિરેક્ટર આનંદ અને મિલિંદની ટીમ સુરતીઓને ઝૂમાવશે. જેમાં 10 હજાર ખૈલાયાઓ એક સાથે ગરબા રમી શકશે. ગરબાની સાથે સાથે ચટાકેદાર ફૂડની વણ વ્યવસ્થા કરાઈ છે.

ઈનામ | રોજ 70 ઈનામો, જેમાં ડાયમંડ ઈયર રિંગ્સ, મોપેડ, એલઈડીટીવી અપાશે.

રાજ્યમાં સૌથી ઈન્ડોર નવરાત્રિનું આયોજન સુરતમાં થયું છે. અમદાવાદમાં માત્ર એકા ક્લબમાં જ ઈન્ડોર નવરાત્રિ યોજાશે. જેમાં 2 હજાર લોકો ગરબા રમી શકશે.

સરસાણા કન્વેશન
સરસાણા કન્વેશન હોલ એસી છે. આ નવરાત્રિમાં જેમાં 20 હજાર ખૈલેયાઓ ગરબા રમશે. સુરતીઓ ચટાકેદાર વાનગીઓ માણી શકે તે માટે સુરતી વાનગીઓ સહિતના 30 ફૂડ સ્ટોલ પણ મુકવામાં આવ્યા છે.

ઈનામ | ટી.વી, સાઈકલ, બાઈક ઈલેક્ટ્રોનિક આઈટમ આપવામાં આવશે.

જોલી પાર્ટી પ્લોટ
જોલી પાર્ટી પ્લોટ તો ઓપન ગ્રાઉન્ડ છે પરંતુ વરસાદ ન નડે તે માટે સ્પેશિયલ એસી ડોમ બનાવવામાં આવ્યો છે. જેમાં 8 હજાર ખૈલેયા ગરબા રમી શકશે. દર્શકો અને ખૈલેયા માટે 14 ફૂડ સ્ટોલ મુકવામાં આવ્યા છે.

ઈનામ | કુલ 1111 ઈનામ રાખવામાં આવ્યા છે. કુપન આપવામાં આવશે નહીં.

વીઆર નવરાત્રિ
આઉટ ડોર ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં 1 હજાર ખેલૈયાઓ ગરાબા રમી શકશે. વેન્યુ પર જ પાસ ખરીદીને ગરબા રમવા માટે જઈ શકાશે. મૃનાલ મેડ્ડી અને એમની ટીમ સુરતીઓને ગરબે ઝૂમાવશે.

ઈનામ | બાઈક, બ્રાન્ડેડ બેગ, બ્રાન્ડેડ પેન અને ટ્રોફી સહિત ઈનામો આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...