તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમે થોડા આગળ ઉભા હતા એટલે બચી ગયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતના યોગી ચોક ખાતે પંકજ વઘાસિયાની ધ લાસ્ટ ટુર ટ્રાવેલ્સની 17 બેઠકવાળી ટેમ્પો ટ્રાવેલ્સ (નં. MH-05-BX-8090)માં વેસુના નંદિની એપાર્ટમેન્ટથી 15 બહેનો અને 2 પુરુષો હાલ ચૈત્રી નવરાત્રીનો પર્વ હોય ધાર્મિક પ્રવાસ માટે ટેમ્પો ટ્રાવેલરમાં ફરવા લઈ ગયા હતા. મંગળવારે સવારે 7.30 વાગ્યે ટેમ્પો ટ્રાવેલર ઉપાડી દહાણું મ્હાલક્ષ્મી માતાજીના મંદિર, વલસાડ તિથલ સાંઈબાબાનુ મંદિર અને રાબડા ગામે આવેલ વિશ્વંભરી માતાજીના મંદિરે દર્શન કરી રાત્રે 10 વાગે પરત સુરત જવા નીકળ્યા હતા. રાત્રે 11.15 વાગ્યાના સુમારે વેજલપોર ગામની સીમમાં હરેક્રિષ્ના હોટલ પાસે ધોળાપીપળા બ્રિજ ચઢતી વખતે અચાનક ટેમ્પો ટ્રાવેલરનું પાછળનું ટાયર ફાટતાં ગાડી રોડની બાજુએ ઊતારીને સાઈડમાં ગ્રીલ પાસે ઊભી રાખી હતી. તમામ પ્રવાસીઓ નીચે ઉતરી ગયા હતા. ટેમ્પો ટ્રાવેલરનો ડ્રાઈવર ટાયર બદલતો હતો. અચાનક પાછળથી એક ટેન્કર (નં. MH-43-BP-5910)ના અજાણ્યા ચાલકે ઉભા રહેલા ટેમ્પો ટ્રાવેલરના પાછળના ભાગેથી ટક્કર મારી હતી. જેને પગલે ટેમ્પો ટ્રાવેલર પલટી ગયો હતો. જેથી સાઈડમાં ઉભેલા પેસેન્જરો દબાઈ ગયા હતાય જેમાં ત્રણ મુસાફરો ચંપાબેન લીંબાચીયા, લતાબેન ભોગીલાલ પટેલ અને નિરુ રતિલાલ પટેલ (તમામ રહે. વેસુ, સુરત)ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે રમણ ગોવિંદ પટેલ, સવિતા વનમાળી પ્રજાપતિને ઇજા થતાં યશફીન હોસ્પિટલમાં દાખલ કરતાં તેમના સારવાર દરમિયાન મોત થયા હતા. જ્યારે રમીલાબેન કીર્તિભાઈ મામોતરાને નવસારીની પારસી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતાં તેમનું મોત નીપજ્યું હતું. ટ્રક ડ્રાઇવર નાસી છુટ્યો છે.

પ્રત્યક્ષદર્શી હંસાબેન પ્રવીણભાઇ, ફૂલવાળા

ગાડીમાં પંકચર પડ્યું એટલે બધાં બસમાંથી નીચે ઉતરી ગયા હતા. ડ્રાઈવર પંકચર બનાવવા વ્હીલ કાઢતો હતો હું અને બીજા 5થી 6 જણા બસની આગળના ભાગે ઉભા હતા. ત્યારે પાછળથી ટ્રકે ટક્કર મારતા બસની આગળ એકદમ નજીક ઉભેલા 5થી છ જણા બસની નીચે આવી ગયા હતા. જેમાં રમણભાઈ બસના વ્હીલ નીચે આવી જતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બીજા બે જણાનું પણ ત્યાંજ મોત થયું હતું. અમે થોડા આગળ ઉભા હતા એટલે અમને કઈ ન થયું.

અન્ય સમાચારો પણ છે...