તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એની ધૂનમાં એ રીતે નીકળી ગયા, ખુદ અમે પોતાનું ઘર ભૂલી ગયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘાયલ, મરીઝ, શૂન્યને સો-સો સલામ, પણ

કહેવાના બાકી છે હજી મારા કલામ પણ.

થોડીક જી હજૂરી છે, થોડો દમામ પણ,

બેગમનો બાદશાહ છું, એનો ગુલામ પણ.

ડો. હરીશ ઠક્કરઇચ્છાને પાંખ રોજ ફૂટે છે જરા જરા,

વ્હાલપની વેલ રોજ ઉગે છે જરા જરા

પૂર્ણિમા ભટ્ટશબ્દ જો સ્ફૂર્યો એ પછી મર્યો નથી,

હા, કદી કદી સમય પર એ સ્મર્યો નથી

આસિફખાન આસિર

સમજણ ન કામ આવી, તર્કો ન કામ આવ્યા,

એણે નજર ચલાવી, શબ્દો ન કામ આવ્યા.

જે પણ થયું જગતમાં એણે બધું કરાવ્યું,

તમનેય એમ લાગ્યું, દર્દો ન કામ આવ્યાં?

મયુર કોલડિયાઆજ આવ્યા અને કાલ ચાલ્યા જશે,

એ દિવસ પણ રમી ચાલ, ચાલ્યા જશે.

સુષમ પોલપડદાની પાછળ કામ એમાં તારું લાગે છે મને,

થોડાક અંશે તુંય એનું પ્યાદું લાગે છે મને.

માનો યા નાં માનો પરંતું ભૂલ તો મારી હતી,

સ્વીકારી લીધા બાદ થોડું સારું લાગે છે મને.

પ્રશાંત સોમાણીભીંતોની વચ્ચે નહિ રાખો, મંદિર તોડો મસ્જિદ તોડો,

ખુલ્લા શ્વાસ મને લેવા દ્યો, મંદિર તોડો મસ્જિદ તોડો.

માણસ નામે જીવ બનાવી, શાયદ ભૂલ થઈ છે મારી

આપો મુજને માફી આપો, મંદિર તોડો મસ્જિદ તોડો

મિત્ર રાઠોડએની ધૂનમાં એ રીતે નીકળી ગયા

ખુદ અમે પોતાનું ઘર ભૂલી ગયા

કંઈક ને આ જિંદગી ઓછી પડી

ને ઘણા એક ક્ષણ મહીં જીવી ગયા જય કાંટવાળા

ક્યારેક દર્દ મારું હું વેચવા જો નીકળ્યો

સૌ ભાવમાં કસીને કરતા રહ્યા વધારો

આંખો મીંચીને ચાલે છે આ નગરના લોકો

ને ત્યાં જ પાથર્યો મેં ઈચ્છાઓનો પથારો

સંદીપ પૂજારાજાત કહે એ સાચું, સાધુ ! જાત કહે એ સાચું.

ગુરુ બિન જ્ઞાન નહીં, હે સાધો! સાચ આપકી બાની,

ઘટનાં અંધિયારાં પીવાં કે ઘાટ ઘાટનાં પાણી?

ગૌતમ, મહાવીર, મહંમદ, ઈસુ, નાનક, હો કે સાંઈ,

ભીતરના દરિયે ડૂબ્યાં જે, સહજ સમાધિ પાઈ.

વિવેક મનહર ટેલર

અન્ય સમાચારો પણ છે...