તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડભોલીમાં ફાયર સેફ્ટી વિનાના શુકન શ્રી રેસિ.નું પાણી કનેક્શન કાપી નખાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કતારગામના ડભોલી બ્રિજ પાસેના શુકન શ્રી રેસીડેન્સીમાં ફાયર સેફટીની વ્યવસ્થા ઊભી ન કરાતા પાલિકાએ શુક્રવારે આક્રમક કાર્યવાહી કરી હતી. અવાર-નવાર નોટિસ ફટકારાયા બાદ પણ સુરક્ષા મામલે નિષ્ક્રિયતા જણાતા પાલિકાએ એપાર્ટમેન્ટની પીવાના પાણીની લાઈનનું કનેક્શન કાપી નાખ્યું હતું. આ કાર્યવાહીમાં પાલિકા સત્તાધીશોની પણ એક ચૂક સામે આવી હતી. હજુ સુધી મિલકતને ફાયર એનઓસી મળ્યું નથી ત્યાં બીયુસી કેવી રીતે અપાયું તેની સામે સવાલો ઊભા થયાં હતાં.

ડભોલીના શુકન શ્રી રેસીડેન્સીના નાનજી ભાઇ સવાણીએ જણાવ્યું હતું કે, ‘પાડાના વાંકે પખાલીને ડામ’ની જેમ પાલિકાની કાર્યવાહીને ગણવામાં આવી રહી છે. શુક્રવારે પાલિકા દ્વારા મીઠા પાણીની લાઇનના કનેક્શનને કટ કરવામાં આવતાં સ્થાનિકોને હવે ભોગવવાનું આવ્યું છે. જોકે આ કાર્યવાહી ફાયર સેફટીની વ્યવસ્થા ન કરાતા કરવામાં આવી છે. હકીકતમાં ફાયર સેફટીની સુવિધા બિલ્ડર દ્વારા કરવાની હોવાથી સ્થાનીકો આ મામલે કોઇ જવાબદાર નથી. સવાણીએ કહ્યું કે, રહીશોએ પણ અવાર-નવાર સુરક્ષાને ધ્યાને રાખી ફાયર સેફ્ટી વ્યવસ્થા ઊભી કરવા માટે બિલ્ડરને રજૂઆતો કરી ચૂક્યા છે. જોકે ફ્લેટ ધારકોને ભગવાન ભરોસે મુકી દેવાયા હોય તેમ હજુ સુધી ફાયર સેફટીની સુવિધા કરવામાં આવી નથી. આ મામલે પાલિકાના ફાયર વિભાગે પણ અવાર-નવાર સૂચના તેમજ નોટિસ આપી હોવા છતાં કોઇ પ્રતિસાદ ન મળતાં શુક્રવારે શુકન શ્રી રેસીડેન્સીનો પાણી કનેક્શન કટ કરી દેવાયો હતો.

ફાયર NOC વગર BUC આપી દેવાયું
શુકન શ્રી રેસીડેન્સીને મળેલી બીયુસી સામે ભ્રષ્ટાચારની રાવ કરાઇ છે. હજુ સુધી શુકન શ્રી એપાર્ટમેન્ટમાં ફાયર સેફ્ટી સુવિધા ગોઠવાઇ નથી. એટલે ફાયર એનઓસી મળવાનો પણ કોઇ વિકલ્પ ઊભો થતો નથી તો આ મિલકતને બીયુસી કેવી રીતે અપાઇ તે મામલે સ્થાનીકોએ પાલિકાના કતારગામ ઝોનની કામગીરી સામે પણ આંગણી ચીંધી છે. જરૂરી એનઓસી વગર જ બીયુસી આપવામાં ભ્રષ્ટાચાર આચરાયો છે કે વિભાગની કોઇ ચૂક રહી તે મામલે વીજીલન્સ તપાસની પણ માગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો