વસીમ બિલ્લા મર્ડર કેસની તપાસ અન્ય એજન્સીને સોંપવા રજૂઆત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વસીમ બિલ્લાનું નવસારીમાં જમીનની લેતીદેતીનાં મુદ્દે મર્ડર કરી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા પોલીસે આ હત્યા કેસમાં ત્રણને દબોચી લીધા હતા. હાલ તેઓ રિમાન્ડ ઉપર છે ત્યારે આ કેસમાં પોલીસ દ્વારા યોગ્ય તપાસ ન થાય તેવી દહેશત વ્યક્ત કરી ઉચ્ચ સ્તરે તપાસ સોંપવા મૃતકનાં ભાઈએ રાજ્યના ડીઆઈજીને લેખિત રજૂઆત કરી ઘટતું કરવા અનુરોધ કર્યો છે. આ અરજીની નકલ મુખ્યમંત્રી, રાજ્યના ગૃહમંત્રી સહિત દેશના ગૃહમંત્રી અમિત શાહને પણ મોકલવામાં આવી હતી.

નવસારીમાં 22મી જાન્યુઆરીએ સુરતથી તડીપાર વસીમ બિલ્લાની હત્યા જમીન લેતીદેતીમાં સુરતના બદરી લેસવાળાએ રૂ. 10 લાખની સોપારી આપી શુટરોની મદદથી કરાવી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. પોલીસે આ કેસમાં ત્રણને દબોચી લઈ 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. હાલ આરોપીઓ રિમાન્ડ ઉપર છે. પોલીસ આ કેસમાં યોગ્ય તપાસ કરતી ન હોય અને પોલીસ હત્યારાઓ પર વગ ધરાવતી હોય તેવું જણાય રહ્યું છે ત્યારે હત્યારાઓ દ્વારા કાવતરું રચીને પુરાવા નાશ કર્યાનો વસીમના ભાઇએ પોલીસ સમક્ષ આક્ષેપ કરાયો છે. મુખ્ય આરોપી બદરી લેસવાલા પોલીસ સાથે સારો ઘરોબો ધરાવે છે અને રાજકીય પાર્ટીઓ સાથે પણ સારું બનતું હોય અહી તપાસ થાય તો પોલીસની કાર્યવાહીમાં અડચણ ઉભી થઈ શકે એમ છે. જેથી આઠ જેટલા મુદ્દાને લઈ આ તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવામાં આવે એવી લેખિત રજૂઆત કરવામાં આવી છે.

મૃતકના ભાઇએ DIG સહિત CMને પત્ર લખ્યો

અન્ય સમાચારો પણ છે...