તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat News Wahoo Shoulders To 100 Year Old Mother In Law Setting A Precedent In Society For Not Spending Money Wrong After Death Rituals 073025

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વહુએ 100 વર્ષનાં સાસુને કાંધ આપી, મૃત્યુ પછીની વિધી પાછળ ખોટો ખર્ચ ન કરવાનો સમાજમાં દાખલો બેસાડ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અડાજણમાં રહેતા મિસ્ત્રી પરિવારે એક નવો જ દાખલો સમાજમાં બેસાડવાનો પ્રયાસ કર્યો છે. પરિવારના 100 વર્ષના વૃદ્ધ માતાનું અવસાન થયુ હતું. માતાની દેહને કાંધ આપનારાઓમાં એક તેમના વહુ પણ હતા. 57 વર્ષિય મહિલાએ મૃત્યુ બાદ પણ કોઈ વિધી કરી ન હતી.

અડાજણ ખાતે ગંગેશ્વર મહાદેવ મંદિર પાછળ શિવઆશિષ કોમ્પ્લેક્સ પાસે અર્ચન એપાર્ટમેન્ટમાં રહેતા મીનાક્ષીબેન બળવંતભાઈ મિસ્ત્રી એક કંપનીમાં ફાઈનાન્સિયલ એડવાઇઝર છે. તેમના પતિ બળવંતભાઈ ડોક્ટર છે. મીનાક્ષીબેનના 100 વર્ષિય સાસુ ધનકુવરબેનનું ઉંમરના કારણે 6 માર્ચના રોજ અવસાન થયું હતું. ત્યારે કાંધ આપનારાઓમાં એક મીનાક્ષીબેન પણ હતા. મીનાક્ષીબેને આ બાબતે જણાવ્યું હતું કે ‘તેઓ તેમની સાસુના બહુ નજીક હતા. તેથી દિયર અશ્વીનભાઈ સાથે તેઓએ પણ કાંધ આપી હતી. બીજુ કે મૃત્યુ પછીની કોઈ પણ વિધીમાં ખોટા ખર્ચ કરવાની જરૂરત નથી. તેનાથી વધુ સારૂ એ કે જે વ્યકિતની ઉંમર થઈ હોય તે વ્યકિતની તમામ ઇચ્છાઓ પૂર્ણ કરવામાં આવે. મેં મારી સાસુની તમામ ઇચ્છાઓ પૂર્ણ કરી હતી. તેઓએ જે વસ્તુ માંગી તે વસ્તુઓ આપી. તેઓએ પહેલા જ કહી રાખ્યું હતું કે તેમને કઈ સાડીમાં અંતિમ વિદાય આપવી અમે તેમની ઇચ્છા મુજબની સાડીમાં વિદાય આપી છે. તેમની અંતિમ વિધી બાદ એક પણ વિધી કરવાની નથી. 2004માં અમારા સસરાના મૃત્યુ બાદ વિધી કરી ન હતી. ટૂંકમાં મૃત્યુ બાદ જે-તે વ્યકિતના નામે વિધી કરીને ખોટા ખર્ચ નહીં કરીને તેમની અંતિમ ઇચ્છાઓ પુર્ણ કરવી જોઈએ.’

_photocaption_સાસુ ધનકુવરબેનના અવસાન બાદ વહુ મીનાક્ષીબેને કાંધ આપી હતી*photocaption*

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો