તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેડ-વરિયાવ અને રેલવે બ્રિજ, શહીદ સ્મારક સહિત કામો મંજૂર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત

લોકસભાની ચૂંટણીની તારીખ ટૂંક સમયમાં જાહેર થવાની છે ત્યારે આચારસંહિતા લાગુ થાય તે પૂર્વે વિકાસ કામો ઝડપથી મંજૂર કરાવવા શાસકોએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. બુધવારે ટેન્ડર સ્ક્રુટિ કમિટીની મળેલી બેઠકમાં વેડ-વરિયાવ બ્રિજ, ઉધના સિધ્ધાર્થનગરમાં રેલવે ઓવર બ્રિજ, વેસુમાં શહીદ સ્માર્ક, સરથાણામાં નવું વહીવટી ભવન માટે પીએમસી નિમણૂક કરવા, સરદાર બ્રિજ તથા અઠવા ફલાય ઓવર બ્રિજ રિનોવેશન, 75 ફાયર ફાઇટીંગ શુટ ખરીદી કરવા, રીંગરોડ પર મહાવીર હોસ્પિટલથી દિલ્હીગેટ સુધી સ્ટ્રીટ લાઇટ સિસ્ટમ રીનોવેશન કરવા સહિતના અગત્યના કામોને મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વીવીઆઇપી કે ઝેડ સિક્યુરીટી માટે બંદોબસ્તમાં મુકવા ફાયરના રૂા.39.60 લાખની કિંમતના બે કોન્વોય વ્હીકલ ખરીદીના કામને પણ લીલીઝંડી અપાઇ હતી.

પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ મેળવવા માટે પડાપડી
પાલિકાએ શહેરના વિવિધ 10 રસ્તાઓ પર પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ આપવા ટેન્ડર બહાર પાડ્યા હતા. જેમાં કોન્ટ્રાક્ટરોએ કોન્ટ્રાક્ટ મેળવવા રીતસરની પડાપડી કરી હતી. ઇજારો મેળવવા માટે કોન્ટ્રાક્ટરોએ ટેન્ડર કિંમતથી 5 ટકાથી લઇ 40 ટકા ઉંચી ભાવે ઓફર કરી હતી. તમામ કામો ટીએસસીમાં મંજૂર કરાયા હતા.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત

લોકસભાની ચૂંટણીની તારીખ ટૂંક સમયમાં જાહેર થવાની છે ત્યારે આચારસંહિતા લાગુ થાય તે પૂર્વે વિકાસ કામો ઝડપથી મંજૂર કરાવવા શાસકોએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. બુધવારે ટેન્ડર સ્ક્રુટિ કમિટીની મળેલી બેઠકમાં વેડ-વરિયાવ બ્રિજ, ઉધના સિધ્ધાર્થનગરમાં રેલવે ઓવર બ્રિજ, વેસુમાં શહીદ સ્માર્ક, સરથાણામાં નવું વહીવટી ભવન માટે પીએમસી નિમણૂક કરવા, સરદાર બ્રિજ તથા અઠવા ફલાય ઓવર બ્રિજ રિનોવેશન, 75 ફાયર ફાઇટીંગ શુટ ખરીદી કરવા, રીંગરોડ પર મહાવીર હોસ્પિટલથી દિલ્હીગેટ સુધી સ્ટ્રીટ લાઇટ સિસ્ટમ રીનોવેશન કરવા સહિતના અગત્યના કામોને મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વીવીઆઇપી કે ઝેડ સિક્યુરીટી માટે બંદોબસ્તમાં મુકવા ફાયરના રૂા.39.60 લાખની કિંમતના બે કોન્વોય વ્હીકલ ખરીદીના કામને પણ લીલીઝંડી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો