તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મતદાન જાગૃતિ ટ્રેન આજે સવારે સુરત આવશે, કલેકટર ફ્લેગ ઓફ કરાવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતઃ ચૂંટણીપંચ દ્વારા મતદાન અંગે જાગૃતિ લાવવા માટે હાવડાથી શરૂ કરેલી ટ્રેન બુધવારે સવારે સુરત આવી પહોંચશે. દરેક જિલ્લાઓની શાળામાં બાળકો દ્વારા રેલી, માનવ સાંકળ, નાટક વગેરે દ્વારા મતદાનનું મહત્વ સમજાવી મતદાન કરવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. દેશભરમાં મતદાન જાગૃતિ માટે ચૂંટણી પંચે હાવડા એક્સપ્રેસ ટ્રેન દોડાવી છે. આ ટ્રેન આવતીકાલે બુધવારે સવારે 9.00 કલાકે સુરત રેલવે સ્ટેશન પર આવી પહોંચશે. સુરતમાં થોડો સમય રોકાયા બાદ ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર ધવલ પટેલ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવશે.

મંગળવારે સુરત બેઠકના ભાજપના ઉમેદવાર દર્શના જરદોશે વરાછા અને ઓલપાડમાં પ્રચાર કર્યો હતો.વરાછા વિધાનસભાના વોર્ડ -5માં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો જયારે ઓલપાડમાં સભા સંબોધી હતી.વરાછા અને ઓલપાડમાં ઘરે ઘરે જઈ જરદોશે લોકો પાસે વોટ માંગ્યા હતા.ઓલપાડમાં જરદોશેે ખુટાઇ માતા મંદિરે જાહેરસભા સંબોધી હતી.દુકાનોમાં પણ ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો.

ચૂંટણી અધિકારીએ લશ્કરના 46 જવાનોને ઇ બેલટ મોકલી આપ્યા
સુરતઃ લશ્કરના જવાનો લોકસભા ચૂંટણીમાં પોતાના મતઅધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સુરત સંસદીય મત વિસ્તારના 46 જવાનોને ચૂંટણી અધિકારી દ્વારા ઇ-બેલેટ મોકલી આપવામાં આવ્યા છે. સુરત જિલ્લામાં કુલ 354 જેટલા સર્વિસ વોટર્સ છે. ચૂંટણી અધિકારી દ્વારા સુરત સંસદીય વિસ્તારના 46 જેટલા જવાનો માટે જે-તે લશ્કરના કમાન્ડિંગ ઓફિસરને ઇમેલ કરીને ઇ-બેલેટ પેપર મોકલી આપ્યા છે. આ સાથે બીજો મેઇલ કરીને પાસવર્ડ મોકલી આપવામાં આ‌વશે. જવાનો આ બેલેટ પેપર ડાઉનલોડ કરીને પોતાના મનપસંદ ઉમેદવારને મત આપી સીલબંધ કવરમાં પોસ્ટ કરી ચૂંટણી અધિકારીને મોકલી આપવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...