તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

VNSGUની ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન મુદ્દે તપાસનો આદેશ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ખરાબ ભોજન મળવા મામલે કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તાએ એડિ શનલ ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડો. રાજેન્દ્ર પટેલને તપાસના આદેશ આપ્યા છે. તપાસમાં વોર્ડન યશોધરા ભટ્ટ અને મેસ સંચાલક શિવાની મહારાજ કેટર્સના માલિકની પુછપરછ કરાશે. જેમાં વિદ્યાર્થિનીઓ તરફથી કેટલી ફરિયાદ મળી અને શું કાર્યવાહી કરી સહિતની પુછપરછ હાથ ધરવામાં આવનારા છે.

વિદ્યાર્થિનીઓએ કહે છે કે, મેસ સંચાલક તેમની પર દબાણ કરી રહ્યા છે. યુનિવર્સિટી આ મામલે તપાસ કરશે તો અમે તેમને તમામ માહિતી આપીશું. શા કારણથી કુલપતિને ફરિયાદ કરતા અટકાવાયા હતા, તેની માહિતી પણ આપીશું. આ જ મામલે ઇન્ચાર્જ રજિસ્ટ્રાર રાજેન્દ્ર પટેલ કહે છે કે, વિદ્યાર્થિનીઓએ લેખિત કે મૌખિક ફરિયાદ કરી નથી. જો કે, હવે તપાસ હાથ ધરીને આગામી દિવસોમાં જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરીશું. અહીં વાત એવી છે કે,

યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ખરાબ ભોજન મળવા મામલે વિદ્યાર્થિઓએ 40 વખત ફરિયાદ કરી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી કરાતી ના હતી. તે સાથે વોર્ડને બહાર જમવા નહીં જવાનો ફતવો બહાર પાડ્યો હતો. જેને કારણે વિદ્યાર્થિનીઓ છેલ્લા કેટલાક સમયથી વિરોધ કરી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો