તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવેશ-પરીક્ષા-પરિણામ ત્રણેય મુખ્ય કામમાં VNSGU નિષ્ફળ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોઈ પણ યુનિવર્સિટીનું મુખ્ય કામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી પરીક્ષા લઈને પરિણામ જાહેર કરવાનું હોય છે. જોકે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આ ત્રણ કામ કરવામાં સદંતર નિષ્ફળ નીવડી છે.

કે.પી., નવયુગ, વાડિયા સહિતની કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં હોબાળો મચાવી મર્કન્ટાઇલ લો, એકાઉન્ટ, ઓડિટિંગ અને બેંકિંગ વિષયની ઉત્તરવહીઓ ફરીથી ચકાસવાની માંગ કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તાને કરી હતી. દરમિયાન કુલપતિએ વિદ્યાર્થીઓની હાજરીમાં જ એડિશનલ ઇનચાર્જ રજિસ્ટ્રાર ડો. રાજેન્દ્ર પટેલને તપાસ કરવા માટેનો આદેશ કર્યો છે. વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે કે, મર્કન્ટાઇલ લો, એકાઉન્ટ, ઓડિટિંગ અને બેંકિંગ વિષયમાં મહેનત કરી એ મુજબ માર્ક્સ અપાયા નથી. એકથી ચાર સેમેસ્ટરમાં જે પણ વિદ્યાર્થીઓ ટોપર રહ્યા છે. તેમના પાંચમા સેમેસ્ટરમાં આટલા ઓછા માર્ક્સ કઈ રીતે આવી શકે તે એક પ્રશ્ન છે. અહીં વાત એવી જણાય છે કે, પહેલા ડીઆરબી સહિતની 15થી વધુ કોલેજે મેરિટ જમ્પ કરી પ્રવેશ આપ્યા હતા. ત્યાર બાદ પરીક્ષાનાં પેપરોમાં છબરડા આવવા સાથે સેન્ટરો પર પેપરો સમયસર પહોંચ્યા ના હતાં. દરમિયાન હવે ઉત્તરવહી તપાસાતા છબરડો મળી આવતાં પરિણામો ખરાબ આવ્યાં છે. આમ, યુનિવર્સિટીના પ્રવેશ, પરીક્ષા અને પરિણામ આ ત્રણે ય મુખ્ય કામથી જ વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે. તેમ છતાં કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

આ કારણ જવાબદાર
પ્રવેશ, પરીક્ષા અને પરિણામ મુદ્દ્ે કુલપતિએ સિનિયર અધ્યાકોને હટાવીને પોતાના મળતિયાઓને બેસાડી દીધા છે. જેથી પહેલી વખત યુનિવર્સિટી પ્રવેશ, પરીક્ષા અને પરિણામમાં નિષ્ફળ ગઈ હોય તેવું કહીં શકાય. સંજય દેસાઈ, સિન્ડિકેટ સભ્ય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો