તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

31 દેશોના પ્રતિનિધિઓ સાથે રેપાપોર્ટે ડાયમંડ ફેક્ટરીઓની મુલાકાત લીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાયમંડની કિંમત જાહેર કરતી આંતરરાષ્ટ્રીય કંપની રેપાપોર્ટના મુખ્ય સંચાલક માર્ટીન રેપાપોર્ટની કંપની સાથે સંકળાયેલા 31 દેશોના પ્રતિનિધિ સાથે સુરતની મુલાકાત લીધી છે. ડાયમંડ બુર્સ શરૂ થાય તે પહેલાં સુરતના હીરા બજાર સાથે નેટવર્કિંગ ઊભું કરવા આ મિટીંગનું યોજાઇ હતી. જોકે મોટા ગજાના હીરા અગ્રણીઓની મીટીંગમાંથી બાદબાકી કરાઈ હતી.

તા.8 થી સુરત આવેલા માર્ટીન રેપાપોર્ટ દ્વારા બુધવારે શહેરની કતારગામ અને મહિધરપુરા સ્થિત ડાયમંડ પેઢીઓ અને કંપનીઓની મુલાકાત લેવામાં આવી હતી. તે દરમિયાન બુધવારે સાંજે એક મિટીંગ યોજાઇ હતી.જેમાં સુરત ડાયમંડ એસોસિયેશનના હોદ્દેદારો, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિત સ્થાનિક ડાયમંડની કંપનીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આગામી સમયમાં ડાયમંડ બુર્સ બની રહ્યું છે.

હાલ રેપાપોર્ટે સુરતના હીરાના કારખાનાઓમાં કઈ રીતે કામગીરી થાય છે તેનો અભ્યાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...