Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વેસુના દુકાનદારોને છુટ્ટા રૂપિયા આપવાનું કહી 9 હજાર પડાવ્યા
દુકાનોમાં જઈ ઠગબાજએ છુટ્ટા રૂપિયા આપવાની વાત કરી દુકાનદારોને વિશ્વાસમાં લઈ હજારોની રકમ પડાવવાનો કિસ્સો સામે આવ્યો છે. દિપક જેન્તીએ જણાવ્યું કે અમારી ભાવિદર્શેન એપાર્ટમેન્ટમાં ડેરી છે. ડેરીમાં 1-2-2020એ રાત્રે 8.36 વાગ્યે એક અજાણ્યો આવ્યો અને તેણે પટ્રોલપંપનો માલિક છું, મારી પાસે છુટ્ટા પૈસા ઘણા છે, એમ કહીને 100ની નોટો આપવાની વાત કરી કર્મચારીને પેટ્રોલપંપ લઈ ગયો, કર્મચારીને હાથ બતાવીને સામે બેઠેલા વ્યકિત પાસેથી છુટ્ટા પૈસા લઈ લેવાની વાત તેની પાસેથી 4 હજારની રકમ લઈ મોપેડ છૂં થયો હતો. આવી જ રીતે 24મી જાન્યુઆરી વેસુ સોમેશ્વરામાં બેકરી ચલાવતા સંજયભાઈને પણ છુટ્ટા પૈસા આપવાનું કહી 5 હજાર પડાવ્યા, ઠગએ નવસારી, સચીન, વેસુ, પિપલોદ, મગદલ્લા, વીઆઇપી રોડના ધંધાદારીઓને ટાર્ગેટ કર્યા છે. વધુમાં દુકાનદારે જણાવ્યું કે આ ઠગની બેઠક જનતા માર્કેટ છે, ઠગબાજએ 4 દિવસ પહેલા પણ વીઆઇપી રોડના હોટેલના માલિકને છુટ્ટા રૂપિયા આપવાની વાત કરી હજારોની રકમ પડાવી હતી. ઉમરા પો.સ્ટે.ના ASI દિનુ રમણભાઇએ કહ્યુ હતું કે ‘અમે અમારા પોલીસના ગૃપમાં અને બાતમીદારોને ફોટો આપેલો છે, તપાસ શરૂ છે.’
નવસારી, સચીન, મગદલ્લા,VIP રોડના વેપારીઓને ટાર્ગેટ કર્યા
_photocaption_સીસી કેમેરામાં કેદ ગઠિયો*photocaption*