તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોપીપુરામાં વાન અને ભેસ્તાનની ઈન્ડસ્ટ્રીમાં આગ, યાર્ન બળીને ખાક

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોપીપુરા વિસ્તારમાં મોડી રાત્રે મહિલા વિદ્યાલય પાસે વાનમાં લાગેલી આગની ઘટનાને કારણે ભાગદોડ મચી ગઈ હતી. જ્યારે અન્ય ઘટનામાં ભેસ્તાનમાં આવેલા બાટલીબોયની બાજુમાં આવેલા યાર્નના કારખાનામાં આગ લાગતા પૂંઠા અને યાર્નનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો.

ગોપીપુરામાં આવેલી મહિલા વિદ્યાલય પાસે પોલીસના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યાં હતા. તે સમયે મહિલા વિદ્યાલય પાછળ ઉભેલી વાનમાં આગ લાગી હતી. પોલીસ જવાનોએ રેતી નાંખી કારની આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કરી ફાયરને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા.

ફાયરના જવાનોએ તાત્કાલિક દોડી આવી સળગતી કારને ઇલેક્ટ્રીક પોલ પાસેથી ધક્કો મારી આગળ લઈ ગયા બાદ પાણીનો મારો કરી આગ કાબૂમાં લીધી હતી. ઇલેક્ટ્રિક પોલ નજીક સળગતી કાર પર પાણીનો મારો કર્યો હોત તો વીજ લાઈનમાં જોરદાર ધડાકા થયા હોત. આગ કાબૂમાં આવ્યા બાદ તપાસ કરતા વાન માલિક આરતીબેન રમેશભાઈ પવાર હોવાનું સામે આવ્યું હતું અને વાન તાજેતરમાં જ ગેરેજમાંથી રીપેર થઈ ને આવી હોવાનું જાણવા મળ્યું હતું.

બીજી ભેસ્તાનમાં આજે બપોરે 3:50 વાગ્યે કંટ્રોલ રૂમ પર બાટલીબોયની બાજુમાં આવેલા યુનિટી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના યાર્નના કારખાનામાં આગ લાગી હોવાનો કોલ આવ્યો હતો. જેને પગલે ભેસ્તાનની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે ધસી આવી હતી.

જોકે આગ થોડી મોટી હોઈ માન દરવાજા અને મજૂરા ફાયર સ્ટેશનની ગાડીઓ પણ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે આગ બુઝાઈ ત્યાં સુધીમાં યાર્ન અને પૂંઠા સહિતનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો