તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તરાયણે વિમાનોને પતંગ-તુક્કલથી બચાવવા રન-વે પર 8 કર્મીઓ મુકાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સોપોર્ટેશન રિપોર્ટર| સુરત

ઉત્તરાયણ પર્વ દરમિયાન સુરત એરપોર્ટ પર ફ્લાઈટના ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન કપાઈને આવેલી પતંગો તેમજ સાંજના સમયે આવતી તુક્કલ ફ્લાઈટ સાથે અથડાય નહીં તે માટે રનવે પર તહેનાત રહેતા કર્મચારીઓની સાથે 15 જાન્યુઆરી સુધી વધારાના કર્મચારીઓ તહેનાત કરવામાં આવશે.

એરપોર્ટ ઓથોરિટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, પોલીસ અને સુરત મહાનગર પાલિકા સાથે મળી એરપોર્ટની આજુબાજુના વિસ્તારોમાં લોકો તુક્કલ ન ઉડાડે તે માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. એ જ રીતે એરપોર્ટ પર કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે ફાયરબ્રિગેડને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

સુરત એરપોર્ટના ડાયરેક્ટર એસ. કે. પાણીગ્રાહીએ જણાવ્યું કે, શહેરમાં લોકો મોટી સંખ્યામાં પતંગ ઉડાડે છે. પરંતુ એરપોર્ટની આજુબાજુમાં રહેતા લોકો સાવચેતી પૂર્વક પતંગ ઉડાડે અને તે કપાઈને રનવે સુધી ન આવે તેની તકેદારી રાખે તે જરૂરી છે.

પતંગ રસિયાઓએ સાંજના સમયે પ્રતિબંધિત તુક્કલ ન ઉડાડે, કેમ કે ઘણીવાર આ તુક્કલ ઉડતી ઉડતી રનવે સુધી આવી જાય છે અને ત્યાં આગ લાગવાની શક્યતા પણ હોય છે. આ સ્થિતિમાં રનવેની આજુબાજુમાં ઘાસ પણ કાપી નાખવાની સાથે તેને ત્યાંથી હટાવી પણ લેવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, સામાન્યરીતે રનવે પર 6 કર્મચારીઓ એક શિફ્ટમાં તહેનાત હોય છે જેઓ પક્ષીઓ ભગાડવાનું કામ કરે છે. ઉત્તરાયણ દરમિયાન આ રૂટિન કર્મચારીઓ ઉપરાંત વધુ 2 જેટલા કર્મચારીઓ પણ તેમની સાથે તહેનાત કરાશે જેઓ રનવે પર આવતા પતંગ અને તુક્કલ ઝડપથી હટાવી ફ્લાઈટ મુવમેન્ટને સરળ બનાવશે.

ફ્લાઈટના ટેકઓફ અને લેન્ડિંગ સમયે પાયલટ રનવે પર તકેદારી રાખે તેવી સૂચના આ તમામ એરલાઈન્સને આપવામાં આવી છે. તકેદારીના ભાગરૂપે રનવે પરથી આજુબાજુમાં ઊગી ગયેલું ઘાસ પણ કાપી નખાયું છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં ઉત્તરાયણના દિવસે તેમજ બીજા દિવસે સુરતીઓ વાસી ઉત્તરાયણ મનાવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...