તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતના 5000 એક્સ્પોર્ટસને પેન્લટી અને ફી ભરવા તાકીદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઈપીસીજી સ્કીમ હેઠળ મશીનરી આયાત કરી તેની ડ્યુટીના 6 કે 8 ગણું એક્સપોર્ટ કરવાનું હોઈ છે. જોકે, મુદ્દત વિતી ગઈ હોવા છતાં એક્સપોર્ટ નહીં કરનારાઓને એક છેલ્લી તક સરકાર દ્વારા આપવામાં આવી છે. રૂ.5000ની પેનલ્ટી અને જરૂરી ફી ભરીને પ્રોડક્ટનું એક્સપોર્ટ તા.31મી માર્ચ સુધીમાં કરવા સૂચન આપવામાં આવ્યું છે. સુરતના આવા એક્સ્પોટર્સને 3 માસમાં 5000 નોટીસ ઈશ્યુ થઈ ચૂકી છે.

સરકારની બહુચર્ચિત ઈપીસીજી સ્કીમ સુરતમાં પણ ખુબ પ્રખ્યાત છે. આ સ્કીમ હેઠળ સુરતના ટેક્સટાઈલ સહિતના ઘણાં ઉદ્યોગકારોએ મશીનરીઓ વિદેશથી આયાત કર્યા છે. ઈપીસીજી સ્કીમ એટલે કે, સરકારની એવી સ્કીમ કે જેમાં કોઈપણ ઉત્પાદક કોઈપણ પ્રકારની કસ્ટમ ડ્યુટી, એક્સાઇઝ ડ્યુટી, વેટ કે જીએસટી ભર્યા વગર મશીનરી ખરીદી શકે છે. જોકે, તેની સામે તેમણે બચાવેલી ડ્યુટીના 6 કે 8 ગણી નિકાસ નિયત સમયમાં કરવાનું રહેતું હોઈ છે. જેના ઈપીસીજી લાયસન્સ તા.01.04.2008 થી 31.03.2016 સુધીના છે અને જેમણે શરતો મુજબ નિકાસ કરી નથી. તેમણે વન ટાઈમ રિલેક્શેસન આપવામાં આવે છે. તે માટે અરજદારોએ તા.31 માર્ચ 2020 પહેલા બ્લોક એક્સ્ટેંશન કે એક્સપોર્ટ એક્સ્ટેંશનની અરજી તમામ દસ્તાવેજી પુરાવા સાથે જરૂરી ફી અને રૂ.5000ની પેનલ્ટી સાથે ડીજીએફટીની ઓફિસમાં 31 માર્ચ 2020 પહેલાં જમા કરવાની રહેશે. જેના માટે તેઓ જોઈન્ટ ડીજીએફટીની સુરત લાલદરવાજા સ્થિત ઓફિસનો પણ સંપર્ક કરી શકે છે. આ અંગે જોઈન્ટ ડીજીએફટી સુવિધ શાહ સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું છે કે, નિયમ પ્રમાણે એક્સપોર્ટ નહીં કરનારાઓ માટે નોટીસ ઈશ્યુ કરવામાં આવી છે. જે 3 માસમાં 5000 જેટલી નોટીસો છે.

તા. 31 માર્ચ સુધીમાં જરૂરી ફી ભરવા માટે સૂચન કરાયું

પ્રોડક્ટનું શરત પ્રમાણે એક્સપોર્ટ ન કરનારાઓને છેલ્લી તક


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો