તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનીક પ્રોજેક્ટ: વેસ્ટ કૂકિંગ ઓઈલમાંથી બાયો ડીઝલ બનાવતું મશીન બનાવ્યું, 1 લીટરમાં કાર 21 કિમી ચાલે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘વેસ્ટ કૂકિંગ ઓઈલ કચરામાં ન જાય અને તેનો સારી રીતે ઉપયોગ કરી શકાય એવો ઉપાય સુરતા બે ભાઈ બહેનોએ શોધી કાઢ્યો છે, કિંજલ પટેલ અને અંજલી પટેલે ત્રણ વર્ષની મહેનત અને 4 લાખ રૂપિયાનો ખર્ચ કર્યા પછી વેસ્ટ કુકિંગ ઓઈલ અને ઓઈલ રિફાઈનરીના વેસ્ટેઝમાંથી બાયો ડીઝલ બનાવવાનું મશીન બનાવ્યંુ અને ત્યાર બાદ સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. બાયો ડીઝલ પેટ્રોલ કરતા 15 રૂપિયા સસ્તું છે અને કાર તેમજ ટ્રકમાં પણ યૂઝ કરી શકાય.’ જીટીયુ સ્ટાર્ટઅપ ડેમો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આ સ્ટાર્ટઅપનો ત્રીજો ક્રમ આવ્યો હતો. આ પ્રોજેક્ટનું નામ બાયોડિઝલ પ્રોડક્શન ફ્રોમ કૂકિંગ ઓઈલ એન્ડ ઓઈલ રિફાઈનરી વેસ્ટેઝ છે.

જીટીયુ ઈનોવેશન દ્વારા ‘સ્ટાર્ટઅપ ડેમો ડે’ યોજાયો, સુરતનું સ્ટાર્ટઅપ ત્રીજા ક્રમે રહ્યો
બંનેએ પેસેફિક સ્કૂલ ઓફ એન્જિ.માં અભ્યાસ કર્યો છે.

બાયોડીઝલ, પેટ્રોલ કરતા 15 રૂપિયા સસ્તું છે: કિંજલ પટેલ
આઈડિયા | શહેરમાં અસંખ્ય રેસ્ટોરન્ટ અને હોટલ છે, જેમાંથી બળેલું તેલ કચરામાં નાંખી દેવામાં આવે છે. આ તેલ ગટર દ્વારા નદીમાં જાય છે અને પ્રદૂષણ વધે છે. આ તેલને વિવિધ જગ્યા પરથી એકત્ર કરીને તેનું બાયો ડીઝલ બનાવવાથી પ્રદૂષણ પણ અટકશે અને વેસ્ટમાંથી બેસ્ટ પણ બનશે.

ચેલેન્જ | શરૂઆત કર્યાના દોઢ વર્ષ પછી વિચાર આવ્યો કે, હવે અમારું સ્ટાર્ટઅપ ચાલશે નહીં. અમારી કોલેજ પણ ચાલતી હતી, એટલે ટાઈમિંગ ઈસ્યુ આવતો હતો. એટલે વિચાર આવ્યો કે છોડી દેવું છે પરંતુ અમે કામ શરૂ રાખ્યંુ એટલે સફળ થયા.

વર્કિંગ પ્રોસેસ | હાલમાં શહેરના રેસ્ટોરન્ટ સાથે ટાઈઅપ કરવામાં આવ્યું છે, જ્યાંથી કૂકિંગ ઓઈલ ખરીદીએ છે ત્યાર બાદ મશીનમાં પ્રોસેસ કરીને બાયો ડીઝલ બનાવવામાં આવે છે. હાલ 300 કિલો બળેલા કૂકિંગ ઓઈલમાંથી 270 કિલો બાયો ડીઝલ બનાવવામાં આવે છે.

પ્રેરણા | અંજલી પટેલ સિટી ભાસ્કરને કહે છે કે, ‘એક દિવસ મારા મમ્મી પુરી બનાવી રહ્યા હતાં, પુરી બનાવ્યા પછી તરત જ બળેલું તેલ કચરામાં ફેંકી દીધંુ હતું, એટલે મને વિચાર આવ્યો કે, આ બળેલું કુકિંગ ઓઈલ કચરામાં નાંખવા કરતાં તેનો ઉપયોગ કરવો જોઈએ. એટલે મને આ વિચાર આવ્યો.

અન્ય સમાચારો પણ છે...