તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાની સુરતમાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્ય અને કેન્દ્ર સરકારના ટેક્સટાઈલની સમસ્યાઓને લઈને ઉદાશીન વલણ રાખીને બેઠું છે. આશ્વાસન આપવામાં આવે છે પરંતુ લાંબાં સમયથી કોઈ પગલાંઓ લેવાઈ રહ્યા નથી. ત્યારે પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ભાગ લેવા આવી રહેલા કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ હજુ સુધી કોઈ પણ ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલી સંસ્થાઓ કે આગેવાનોને મુલાકાત માટે સમય ફાળવ્યો નથી.

શુક્રવારે ગુજરાત સરકારની ટેક્સટાઈલ પોલીસીને એક વર્ષ પૂર્ણ થયું છે, જોકે, આ પોલીસીમાં થયેલી આભાસી સમાન જાહેરાતો કરાઈ હતી.જેમાં વીજ સબસિડીમાં નવું એકમ સ્થાપનારને રૂ.2 થી 3ની સબસિડી તેમજ 6 ટકા વ્યાજની સબસિડી આપવાનો ઉલ્લેખ કરાયો હતો. આ વાતને એક વર્ષ પૂર્ણ થતાં હજુ સુધી શહેરના એકે ય ઉદ્યોગકારને વીજ સબસિડી તો દૂર પણ વ્યાજ સબસિડીનો લાભ મળ્યો નથી. વધુમાં, ટફની સબસિડીમાં ઢગલે બંધ કેસ પેન્ડિંગ પડી રહ્યા હોવાની સાથે ગ્રુપ વર્ક શેડ યોજનામાં પણ 72થી વધુ ફાઈલોને એપ્રુવલ આપવામાં આવ્યુ નથી. આ સાથે કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રાલયની વીવીંગ ઉદ્યોગ માટેની મહત્વકાંશી યોજના પાવરટેક્સ પાવરલૂમ્સ માટે વીવીંગ લૂમ્સના અપગ્રેડેશન માટે 8 મશીનની જ કેપ રાખવામાં આવી છે. જ્યારે સુરતમાં તો મિનિમમ 24 કે 36 લૂમ્સના જ નાના એકમો છે. તેમને અપગ્રેડેશન માટે આ યોજનાનો પણ લાભ મળતો નથી. અગાઉ બે વર્ષ પૂર્વે મંત્રી ઈરાની ભાજપ સરકારના 4 વર્ષની કાર્યગાથા સંભળાવવા માટે સુરત આવ્યા ત્યારે પણ કોઈ ટેક્સટાઈલ ઉદ્યોગકારો સાથે મુલાકાત કરી ન હતી. આ સમયગાળા દરમિયાન ઓરિસ્સા, યુપી, બિહાર, રાજસ્થાનના મંત્રીઓ સુરતના ટેક્સટાઈલ-ડાયમંડ સહિતના ઉદ્યોગને આકર્ષવા માટે સુરત આવી ચૂક્યા છે.

ચેમ્બર પ્રમુખ કેતન દેસાઈ જણાવે છે કે, સુરત આવી રહેલા મંત્રી ઈરાનીને અમુક મુદ્દે રજૂઆત કરવા માટે અમે સમય માંગ્યો છે. જોકે, હજુ સુધી કન્ફર્મેશન મળ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો