તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Surat News Union Minister Satyapal Singh Said Universities Should Improve The Quality Of Research Which Should Be Worked In The Country 032120

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેન્દ્રિય પ્રધાન સત્યપાલ સિંઘે કહ્યું, યુનિવર્સિટીઓએ રિસર્ચની ગુણવત્તા સુધારવી જોઈએ જે દેશને કામ આવે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશમાં 75 ટકા વિદ્યાર્થીઓ કોઇને કોઇ કારણોસર ઉચ્ચ અભ્યાસ કરી શકતા નથી તે આપણા સમાજની વરવી વાસ્તવિકતા છે. જ્યારે દેશમાં 17 ટકા ઇજનેરોને જ યોગ્ય નોકરી મળે છે. જે દેશમાં મહિલા સુરક્ષિત અને સન્માનિત છે તે દેશ શક્તિશાળી છે. આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓની સંખ્યા વધારે છે એ શુભ સંકેત છે. તેમ મંગળવારે વીએનએસજીયુના 50માં પદવીદાન સમારોહમાં રાજ્યકક્ષાના માનવ સંશાધન વિકાસ મંત્રી સત્યપાલ સિંઘે જણાવ્યું હતું.

રાજ્યકક્ષાના કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી સત્યપાલ સિંઘ, રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે વિવિધ વિદ્યાશાખાના મેડલ અને પારિતોષિક મે‌ળનારા 156 વિદ્યાર્થીઓને પદક અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે સ્નાતક અને અનુસ્નાતકના 32102 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ભારતની 65 ટકા વસ્તી એવરેજ 35 વર્ષની ઉંમરની છે. હાલ ચાલી રહેલી વૈશ્વિક હરિફાઇમાં ગુજરાતનો યુવાન ટકી શકે તેવો સક્ષમ બનાવવા માટે સરકાર કટિબધ્ધ છે. સ્કિલ ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયાના માધ્યમથી યુવાનોને ઉન્નતિમાં ભાગીદાર થવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.

રાજ્યપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું હતું કે, પહેલાં કોલેજ અને યુનિવર્સિટી વચ્ચે સ્પર્ધા રહેતી હતી. હાલમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધા છે. યુનિવર્સિટીએ હવે રિસર્ચની ક્વોલિટી સુધારવી જોઇએ.રિસર્ચ એવું હોવું જોઇએ કે, દેશને કામ આવે. યુનિવર્સિટીએ સામાજિક જવાબદારી નિભાવવાનો સમય આવી ગયો છે. કુલપતિ ડો.શિવેન્દ્ર ગુપ્તાએ પણ વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું.

રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો