યુનિ.ના B.Ed. પ્રવેશ કાર્યક્રમમાં ફેરફાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ શૈક્ષણિક વર્ષ 2019-20ના બી.એડ્. પ્રવેશની જાહેર કરેલી પ્રોવિઝન મેરીટ યાદી બહાર પાડી હતી. પરંતુ બાદમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના તા.4-5-5019ના ઠરાવ મુજબ યુનિવર્સિટી સંલગ્ન જિલ્લા તાલીમ અને શિક્ષણ ભવનો (સુરત, નવસારી, રાજપીપળા અને ભરૂચ) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન ગાંધીનગર સાથે સંલગ્ન થયેલ હોવાથી નિયત કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. ફાઇનલ મેરિટ યાદી અને પ્રવેશ ફાળવણી અંગેની તારીખની જાહેરાત યુનિવર્સિટીની વેબસાઇટ પર હવે પછીના ટૂંક સમયમાં કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...