તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેકારીથી કંટાળી શ્રમજીવી યુવકે તાપીમાં પડતું મુક્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : બેકારી થી કંટાળીને અનાથ શ્રમજીવી યુવકે હોપ પુલ વોકવે પરથી તાપીમાં પડતું મુકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વોકવે પરથી કુદકો મારનાર યુવક નીચે કિચડમાં ફસાઈ જતા તેને સ્થાનીક રહીશોએ બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલ રવાના કર્યો હતો. ચોક બજાર પાસે ફુટપાથ પર રહેતો સુરેશ ઝાલા(30) માતા પિતાના અવસાન બાદ બાળપણથી અનાથ છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી કોઈ કામધંધો મળતો ન હોવાથી રવિવારે સવારે તેણે હોપ પુલ વોકવે પરથી તાપી નદીમાં પડતું મુકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પુલ પરથી સુરેશને કુદકો મારતા જોઈ રાહદારીએ ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી. જેથી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ સ્થાનીક રહીશોએ કીચડમાં ફસાઈ ગયેલા સુરેશને બહાર કાઢી સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ રવાના કરી દીધો હતો. બનાવની જાણ થતા રાંદેર પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જેમાં સુરેશે બેકારી થી કંટાળી પગલુ ભર્યુ હોવાનું પોલીસને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...