તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાટિયા ટોલનાકા મામલે 17મી સુધીનું અલ્ટિમેટમ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બાદમાં ધરણા અને ચક્કાજામ કરાશે

સુરત : ભાટિયા ટોલનાકા સંઘર્ષ સમિતિ હવે ઉગ્ર બની રહી છે. અનેક રજુઆતો અને પત્રિકા વિતરણના કાર્યક્રમ બાદ હવે તા.17મી સુધી જીજે-5 અને જીજે-19ના વાહનોને ટોલ મુક્તિ નહીં મળે તો ધરણાં અને ચક્કાજામ કરવા ચિમકી ઉચ્ચારી છે.

ભાટીયા ટોલનાકા સંઘર્ષ સમિતિ દ્વારા બુધવારે સુરતના આરટીઓ અધિકારી દિપસિંગ ચાવડાને આવેદનપત્ર આપવામાં આપી રજુઆત કરી હતી. ત્યારબાદ આરટીઓ કચેરી પાસે વાહનચાલકોને 1100 પત્રિકાનું વિતરણ કરી હતી જ્યારે સાંજે ઉન,ચાર રસ્તા ,સુરત ખાતે 2000 પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું.સમિતિના સભ્યે દર્શન નાયકે જણાવ્યું હતુંકે, સમિતિએ રાજ્યના મંત્રી, સાંસદ, ધારાસભ્ય, મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી છે. આ લોકહિતનો પ્રશ્ન તેની યોગ્ય જગ્યાએ રજુઆત કરી ઉકેલ લાવવાની તેમના દ્વારા ખાત્રી આપવામાં આ‌વી છે.જોકે, હવે આ અંગે કોઇ નિવેડો નહીં આવે તો તા.17મી મંગળવારે સાંજે 4.00 કલાકે ચોક બજાર ગાંધીજીની પ્રતિમા પાસે ધરણાં કરવામાં આ‌વશે અને તો પણ કોઇ ઉકેલ નહીં આવે તો ચક્કાજામ સુધીના કાર્યક્રમો આપવામાં આ‌વશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો