તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UGCએ પ્રોફેસરોને પ્રમોશન આપવા કુલપતિને પત્ર લખ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કરીઅર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળના 40 જેટલા પ્રોફેસરોનું પ્રમોશન કરી રહી નથી. તેવામાં જ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખીને તાકિદે પ્રમોશન આપવાનો આદેશ કર્યો છે. અહીં વાત એવી છે કે કરીઅર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળના પ્રોફેસરોને એક્સપિરયન્સ અને એજ્યુકેશનને ધ્યાને રાખીને પ્રમોશન આપવાનું હોય છે. તે સાથે યુજીસીની ગાઇડ લાઇન અનુસાર યુનિવર્સિટીએ વર્ષમાં બે વખત પ્રમોશનની ફાઈલો મંગાવીને પ્રમોશનની કાર્યવાહી કરવાની રહેતી હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી આ કામ નહીં થતા પ્રોફેસરો નારાજ થયા છે. જો કે, આવી ફરિયાદ યુજીસીને મળતા તેમણે તરત જ કુલપતિને પત્ર લખી તાકિદે કરીઅર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળના પ્રોફેસરને પ્રમોશન આપવાનો આદેશ કર્યો છે. ગુજરાતી ડિપાર્ટમેન્ટના ચાર પ્રોફેસરો સાથે બનેલી ઘટના પછી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને કુલપતિને પત્ર લખીને જણાવ્યું છે કે, અન્ય કોઇ સંસ્થા છોડીને પ્રોફેસર બીજી કોઈ સંસ્થામાં જોડાય છે તો તેવા સમયે નોકરીને સળંગ ગણવાની રહેશે.

છેલ્લા બે વર્ષથી પ્રોફેસરો નારાજ હતાં

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો