તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતના બે વેપારીઓ બિલ વગરના ગુટખા સાથે પકડાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સહારા દરવાજા પાસેથી લકઝરી બસમાં મુંબઈ ખાતે ગુટખા લઈને જતા બે વેપારીઓને મહિધરપુરા પોલીસે પકડી પાડ્યા હતા. બન્ને વેપારીઓ પાસેથી બીલ વગરનો ગુટખાનો 1.18 લાખનો માલ મહિધરપુરા પોલીસે કબજે કરી બન્નેની સામે કાર્યવાહી કરી છે.

પોલીસે કહ્યું કે વેસુ હનુમાનજી મંદિરની પાસે ભાડેની ખોલીમાં રહેતા રિંકેશ દયારામચંદસિંગ અને પાંડેસરા ગધાનગરમાં ભાડેથી રહેતા વિશાલ અમર બહાદુરસિંગ અલગ અલગ ગુટખાનો માલ થેલામાં ભરીને સહારા દરવાજાથી મુંબઈ બસમાં જતા હતા. મુંબઈમાં ગુટખામાં પ્રતિબંધ હોવા છતાં ત્યાંના નાના ગલ્લાવાળા અને દુકાનદારોને બન્ને વેપારીઓ સપ્લાય કરતા હતા. અગાઉ પણ બન્ને વેપારીઓ સુરત રેલવે પોલીસમાં પણ બીલ વગરના ગુટખા સાથે પકડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...