તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલથાણની ધો.9ની બે વિદ્યાર્થિનીઓ ગુમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલથાણના બે નેપાળી પરિવારની ધોરણ 9માં અભ્યાસ કરતી પુત્રીઓ કોઈને કઈ પણ કહ્યા વગર ક્યાંક જતી રહેતા બન્નેના અપહરણની ફરીયાદ નોંધાઈ છે. અગાઉ પણ આ બન્ને વિદ્યાર્થિનીઓ ગુમ થયા બાદ કાકાના ઘરેથી મળી આવી હતી. જેથી ફરીથી બન્ને કોઈક સંબંધીને ત્યાં જતી રહી હોવાની શક્યતા પોલીસે વ્યકત કરી છે.

અલથાણ વિસ્તારમાં રહેતા બે નેપાળી પરિવારની પુત્રીઓ અલથાણ ટેનામેન્ટ નજીક આવેલી સરસ્વતી સ્કુલમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે. 15 વર્ષ અને 17 વર્ષની ઉંમરની બન્ને વિદ્યાર્થિનીઓ ગઈ તા.13 અેપ્રિલના રોજ બપોરે કોઈને કઈ પણ કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. શોધખોળ બાદ પણ બન્નેને કોઈ પત્તો ન લાગતા તેમના પિતાએ ખટોદરા પોલીસ મથકમાં તેમના ગુમ થવાની ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસે બન્નેના અપહરણની ફરીયાદ નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. જોકે દોઢ મહિના પહેલા પણ બન્ને આવી જ રીતે ગુમ થઈ ગઈ હતી. જે તે સમયે બન્ને કાકાના ઘરેથી મળી આવી હતી. જેથી આ વખતે પણ બન્ને કોઈક સંબંધીને ત્યાં અથવા તો વતન નેપાળ ખાતે જવા માટે નિકળી ગઈ હોવાની શક્યતા પોલીસ વ્યકત કરી રહી છે. બનાવ સંદર્ભે પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...