તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લિંબાયતમાં છેડતી કરી બે રોમિયોએ યુવતીની માતાને પણ માર માર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
લિંબાયતમાં રહેતી 19 વર્ષીય વર્ષા (નામ બદલ્યું છે) ધાગા કટિંગનું કામ કરે છે. રવિવારે બપોરે વર્ષા તેની બહેનપણી સાથે પગાર લેવા જતી હતી. ત્યારે રસ્તામાં મહાપ્રભુનગર પાસે પહોંચ્યાં ત્યારે ત્યાં કેશવ અને તેની સાથે એક યુવક બેસેલો હતો. કેશવ નામના યુવકે ખરાબ કોમેન્ટ કરીને ગંદી ગાળો આપી હતી. આ પહેલા પણ કેશવે કોમેન્ટ કરી હતી. પરંતુ તે સમયે વર્ષાએ કોઈને ફરિયાદ કરી ન હતી. રવિવારે વર્ષાએ તેની માતાને આ વાત કરતા માતા મહાપ્રભુનગર પાસે બંને યુવકોને કહેવા ગઈ તો બીજા યુવકે તેની માતાને માર મારતા લોકો ભેગા થયા હતા. તે જ સમયે પોલીસ વેન આવી જતા બંનેને પોલીસે પકડી લીધા હતા. તેમના નામ કેશવ રવિન્દ્ર મિસ્ત્રી(રહે. શિવકૃપા સોસાયટી, સંજયનગર પાસે,લિંબાયતા) અને સચિન રાજેશ કાપડે(રહે. આસપાસ-1,સંજયનગર ચોકી પાસે,લિંબાયત) છે. વર્ષાએ બંને વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો