તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેસી ચોરી કરતી ટોળકીના બે પકડાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેસી સાથી મુસાફરની નજર ચૂકવી રોકડ રકમ, પર્સ, મોબાઇલ સહિતની વસ્તુ ચોરી લેનારી ટોળકીના બે સૂત્રધારોને ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી પાડ્યા છે. કોઈને શંકા ન જાય એ વાતને ધ્યાને લઈ ગેંગમાં એક મહિલાને પણ સામેલ કરી હતી.

ક્રાઇમ બ્રાંચે મળેલી બાતમીના આધારે ઊન પાટિયા પાસેથી મોસીન ઉર્ફે ઈમરાન શેખ (ઉ.વ.૨૨), અને અકબર સલીમ શેખ (ઉ.વ. 19, બંને રહે: ગોલ્ડન અવાસ, ભેસ્તાન સ્ટેશન રોડ સનામીલ ચોકડી પાસે સુરત, મૂળ રહે.માલેગાવ જિ. ધુલિયા (મહારાષ્ટ્ર)ને પકડી પાડ્યા હતા. બંને પાસેથી રૂ.2,05,099ની કિંમતની હીરા જડીત વિંટી નંગ-3, કાનની બુટ્ટી જોડી નંગ-૧ તેમજ રૂ. 1 લાખની કિંમતની રિક્ષા કબજે કરાયા હતા. આ ટોળકીએ ગત 19 ડિસે.2018 ના રાત્રીના સમયે લખન દાસ જૂની સિવિલથી સરગમ શોપિંગ સેન્ટર જવા માટે રિક્ષામાં બેઠા હતા. રિક્ષાચાલકે સખનભાઈને કાદરશાની નાળ પાસે રિક્ષામાંથી નીચે ઉતારી દીધા હતા. રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમણે પોતાનાં ખિસ્સા ચેક કરતાં તેમાં નાના લેડીઝ પર્સમાં રાખેલ હીરા જડીત વીટી નં-૩ તથા હીરા જડીત કાનની બુટ્ટીની જોડ નં-કિંમત રૂ. 4,10,000/- ની મત્તાનું પર્સ નજર ચૂકવી ચોરાયાની જાણ થતાં અઠવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ક્રાઇમ બ્રાંચના પોસઈ એમ. એસ. ત્રિવેદીએ કહ્યું કે, ગેંગમાં કુલ 5 છે. પકડાયેલા બંને ભાઈ ઉપરાંત આશીફ, ભાઈ સાહબ, બેબી નામની મહિલા સામેલ છે. આ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરતા હતા. આ ટોળકી મિત્ર વર્તુળ કે ઓળખીતાની રિક્ષા બચત પર પોતાની પાસે રાખે છે. ત્યાર બાદ એક મહિલા તથા બીજો એક યુવાન રીક્ષામાં પાછળ બેસે છે. 2 યુવાનો બાઈક લઈ રિક્ષાની પાછળ પાછળ જાય છે. કોઈ મુસાફરને બેસાડે ત્યારે પાછળ બેસેલ મહિલા, બીજો આગળ પાછળ થઈ મુસાફરોની નજર ચૂકવી ચોરી કરે છે.

અન્ય સમાચારો પણ છે...