તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બસમાં મોબાઈલની બેટરી ફાટતાં મુસાફર ઘવાયો દોડઘામ મચી જતાં 2 મહિલા સહિત વધુ 3ને ઈજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉચ્છલ તાલુકા મથકે બસ સ્ટેન્ડ પાસે એક બસમાં મુસાફરી કરતા યુવકના પેન્ટમાં મુકેલ મોબાઈલ બેટરી ફાટતા બસમાં સવાર મુસાફરી કરી રહેલા મુસાફરોમાં અફડાતફડી મચી ગઈ હતી. આ ઘટનામાં ત્રણથી વધુને ઈજા થઈ હતી. જે પૈકી 2 ને ઉચ્છલ રેફરલમાં સારવાર આપી હતી.

ઉચ્છલ તાલુકા મથકે એક બસ ફુલઉમરાણ- સુરત બસ સ્ટેન્ડ નજીક આવી ઊભી રહી હતી. જેમાં ધણા મુસાફરો બેઠા હતા, તે દરમિયાન એક મુસાફર નામ-જયપાલ ભાવજી વળવી (35) (રહેવાસી-ગામ, કરોડ,તા.ઉચ્છલ)ના પેન્ટના ખીસ્સામાં મુકેલ કાર્બન કંપનીનો મોબાઈલ મુકેલ હતો. ત્યારે મોબાઈલની બેટરી ફાટતા મોબાઈલ સળગ્યોઅને યુવક પણ દાઝી ગયેલ હતો. જયપાલ વળવી એ મોબાઈલ કાઢી બસની સીટ પર ફેકી દીધો હતો. જેથી મોબાઈલ બેટરી સળગીને ફાટતા બસમાં અફડાતફડી મચતા ગઈ હતી. જેમાં સેવાબહેન રુબિનભાઈ ગામીત( રહેવાસી-ગામ મોટા તારપાડા, તા.સોનગઢ) અને રઇસદાબેન આવજીભાઈ વળવી, (ઉ.35) (રહેવાસી-ગામ કરોડ, તા.ઉચ્છલ) ને નાસભાગમાં ગંભીર ઈજા પહોચી હતી. જેમાં સેવાબેન ને ઉચ્છલ રેફરલમાં સારવાર આપવામાં આવી હતી. જયારે રઇસદા વળવીને ગંભીર ઈજા પહોચતા વધું સારવાર માટે સુરત ખસેડવામાં આવેલ છે.

બસમાં બેટરી ફાટતા એક ઈજાગ્રસ્ત.

અન્ય સમાચારો પણ છે...