તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌ-સેવા માટે બે સંસ્થા નવરાત્રિની ઉજવણી કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીમાડાના મહારાજા ફાર્મ, યોગીચોક બીઆરટીએસ રૂટ ખાતે પ્રેરણા ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃંદાવન નવરાત્રી મહોત્સવ 2019નું આયોજન કરવામાં આવ્યું છે. બીમાર વૃદ્ધ નિરાધાર ગાયોની સેવાના મુખ્ય ઉદ્દેશ સાથે ગૌ સેવા એ જ સફળતા શાંતિ અને આનંદનો માર્ગ છે, તે સૂત્રની સાથે નવ દિવસ નવરાત્રિનો મહોત્સવ ઉજવવામાં આવશે. આવશે તેમાં જે પણ ધનરાશિ એકત્ર થાય તે ગાયોની સેવા અર્થે વાપરવામાં આવશે એવું આયોજક સમિતિ તરફથી જણાવવામાં આવ્યું હતું. પુણા સીમાડા રોડ પર કિરણ ચોક ટૂ કેનાલ રોડ પર સિલ્વર ફાર્મ ખાતે કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃદ્ધ બીમાર અને નિરાધાર ગૌમાતાના લાભાર્થે નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. આયોજકોએ જણાવ્યું હતું કે આજની નવી પેઢી ગાયના મહત્વથી વાકેફ થાય તે નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...