તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચણોદમાં બે મહિલા પર 6 રાઉન્ડ ફાયરિંગમાં 3 મિસફાયર થયા હતા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી ચણોદ કોલોનીમાં ઘરમાં ઘૂસી બે મહિલા ઉપર ફાયરિંગ કરી બાઇક પર આવેલા બે ઇસમો ફરાર થઇ હતા. પોલીસ તપાસમાં કુલ 6 રાઉન્ડ ફાયરિંગ પૈકી ત્રણ રાઉન્ડ મિસફાયર થયા હોવાનું બહાર આવ્યું છે. જેમાં મૃતક મહિલાના પુત્ર સહિત કેટલાક શકમંદોની પૂછપરછ હાથ ધરાઇ છે.

વાપી ચણોદ કોલોની સ્થિત કાળી માતાના મંદિર પાસે આરસીએલ કોલોની 30-349માં રહેતા રેખાબેન બ્રહ્મદેવ મહેતા શનિવારે રાત્રે મહારાષ્ટ્રના નાગપુરમાં રહેતી બહેનપણી અનિતા ઉર્ફે દુર્ગાબેન સાથે ઘરમાં ટીવી જોઇ રહ્યા હતા. દરમિયાન રાત્રે 8.40 કલાકે એક ઇસમ ઘરે આવી અચાનકથી પિસ્તલથી ફાયરિંગ કરતા બંનેને માથા અને શરીરના ભાગે ઇજા થતા સ્થળ ઉપર મોત થયું હતું. ફાયરિંગ કરી 5 મિનિટમાં ઇસમ ઘર બહાર બાઇક લઇને ઉભેલા સાગરીત સાથે ફરાર થઇ ગયો હતા. જેની જાણ પોલીસને કરતા જિલ્લાભરની પોલીસ સ્થળે દોડી આવી હતી. આ બનાવમાં પોલીસે તપાસ કરતા કુલ 6 રાઉન્ડ ફાયરિંગ થયાનું બહાર આવ્યું હતું. જેમાં ત્રણ મિસફાયર થયા હતા. પોલીસે આ કેસમાં ફરિયાદી પુત્ર બિપીન સહિત કોલોનીના કેટલાક શકમંદોની સઘન પૂછપરછ હાથ ધરી છે. બંને લાશને સુરત ખાતે મોકલાવી સોમવારે સવારે બોડીનું પીએમ કરાશે. આ બે મહિલાના હત્યા કેસમાં 24 કલાક પછી પણ પોલીસ આરોપીની કડી મેળવી શકી નથી. હત્યા ક્યા કારણોસર થઈ એ રહસ્ય પણ હજુ ખુલ્લુ શક્યુ નથી. વાપીમાં કાયદો અને વ્યવસ્થા દિવસે દિવસે કથળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો