તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરાછામાં બસ અડફેટે બે વકીલો ઘવાયા, ડ્રાઇવર સામે ગુનો નોંધાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછા લંબેહનુમાન રોડ એસટી વર્કશોપ પાસે બાઈક પર પસાર થતા બે વકીલને એસ.ટી.બસે અડફેટે લીધા હતા. બસ અડફેટે ઘવાયેલા બંને વકીલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બંનેએ પોલીસ સમક્ષ એસટી ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પાસોદરા ગામ શિવશક્તિ સોસાયટી ખાતે રહેતા રાકેશભાઈ મનસુખભાઈ તળાવીયા વકીલાતનો વ્યવસાય કરે છે. તેઓ વરાછા માતાવાડી ખાતે પોતાની ઓફીસ ધરાવે છે.

શનિવારે બપોરે રાકેશભાઈ તેમના મિત્ર નરેન્દ્રભાઈ સોરઠીયા સાથે બાઈક પર અઠવાલાઈન્સ નવી કોર્ટથી ઓફીસે જતા હતા. દરમિયાન વરાછા લંબેહનુમાન રોડ એસટી વર્કશોપ પાસે એસટી બસના ચાલકે બાઇકને અડફેટે લીધી હતી.

જેમાં રાકેશભાઈ અને તેમના મિત્ર નરેન્દ્રભાઈ ગંભીર રીતે ઘવાતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યા રાકેશભાઈએ વરાછા પોલીસ સમક્ષ એસટી ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...