- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Surat News Two Indian Duplicates Including Pandesara Bootlagher Fetch Chemical From Bharuch Making Liquor Smuggling 072139
ભરૂચથી કેમિકલ લાવી પાંડેસરાના બુટલેગર સહિત બે ઈસમ ડુપ્લિકેટ દારૂ બનાવતા પકડાયા
શહેર પોલીસે દારૂ પર કડક વલણ અપનાવી દેતા બુટલેગરોએ પૈસા કમાવવા માટે ડુપ્લીકેટ દારૂ બનાવવાનું શરૂ કરી દીધું છે. પાંડેસરા પોલીસની સમય સૂચતાને કારણે લઠ્ઠાકાંડ થતો રહી ગયો હતો.
પાંડેસરા પોલીસના હેડ કોન્સ્ટેબલ વિજય અમૃતને બાતમીને આધારે પાંડેસરા કર્મયોગી સોસાયટી-3માં ગણેશ એપાર્ટમેન્ટમાં એ-102 ફલેટમાં ગુરુવારે રાત્રે રેડ પાડી હતી. દરમિયાન ફલેટમાં રહેતા તેજમલ ઉર્ફ તેજુ રામચંદ્ર ખટીક(ઉ.વ.36) અને તેના સાગરિત સંપત વનનાજી મેવાડા(ઉ.વ.36)(રહે,લક્ષ્મીનગર સોસાયટી,બમરોલી રોડ) કેમિકલો ભેળવીને ડુપ્લીકેટ દારૂ બનાવતા રંગેહાથે પકડાયા હતા. પાંડેસરા પોલીસે ફલેટમાંથી અલગ અલગ પ્રકારના કેમિકલો, વિદેશી દારૂની નાની-મોટી બોટલો તેમજ દારૂની બોટલોના બુચ તેમજ રોકડ મળીને 85500નો મુદામાલ કબજે કર્યો હતો. અગાઉ તેજમલ ઉર્ફ તેજુ ખટીક પાંડેસરા પોલીસમાં દારૂના ગુનામાં પકડાયો હતો. લોકસભાના ચૂંટણી ઉપરથી દારૂને કારણે ગંભીર ગુનાઓ બનતા હોવાથી શહેર પોલીસે દારૂ માટે કડક વલણ અપનાવ્યું હતું. આવા સમયે શહેરમાં દારૂ મળતો ન હોવાથી તેજમલ ખટીકે શોર્ટકર્ટમાં રૂપિયા કમાવવા માટે ડુપ્લીકેટ દારૂ બનાવવાનું શરૂ કર્યું હતું. છેલ્લા 3 મહિનાથી તેજમલ ડુપ્લીકેટ દારૂ બનાવીને શ્રમ વિસ્તારમાં વેચાણ કરી દેતો હતો.
વધુમાં આરોપી તેજમલ અલગ અલગ પ્રકારના કેમિકલો ભરૂચથી લઈ આવતો હતો. પાંડેસરા પોલીસે ગંભીર કલમો હેઠળનો ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી રિમાન્ડ મેળવી તેના અન્ય સાગરિતોને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.