સાયન્સ સેન્ટરમાં એન્ટરિંગ સ્પેસ સહિત બે ગેલેરી બનાવાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાયન્સ સેન્ટરમાં એન્ટરિંગ સ્પેસ ગેલેરી અને એસ્ટ્રોનોમી થ્રુ એજીસ ગેલેરી તૈયાર કરવામાં આવી છે. સાયન્સ સેન્ટરના પ્રથમ માળ પર ‘એન્ટરિંગ સ્પેસ’ ગેલેરી તૈયાર કરવામાં આવી છે. જેમાં અવકાશમાં જવા માટે ઉપયોગમાં લેવાતા પ્રારંભિક અને મોર્ડન રોકેટ, અવકાશમાં વપરાતા વિવિધ સ્પેસ શુટ તથા ત્યાં લઈને જવાનાં વિવિધ ખોરાક વિશેની રસપ્રદ માહિતી આપવામાં આવી છે. જ્યારે એસ્ટ્રોનોમી થ્રુ એજીસ ગેલેરી સાયન્સ સેન્ટરના બીજા માળ પર તૈયાર કરવામાં આવી છે. જેમાં વિજ્ઞાનની સૌથી જુની શાખા ખગોળ વિશેની માહિતી રજૂ કરવામાં આવી છે. શરૂઆતી ખગોળિયવિદ્યાથી ગ્રીક, બેબીલોન થતા ભારતીય ખગોળવિદ્યા વિશે વિવિધ પેનલ તથા એક્ઝિબીટ્સ દ્વારા માહિતી આપવામાં આવી છે. સાસન્યસ સેન્ટરમાં 15થી 29 ફેબ્રુઆરી સુધી એન્ટરિંગ સ્પેસ ગેલેરી અને એસ્ટ્રોનોમી થ્રુ એજીસ ગેલેરીની મુલાકાત વિદ્યાર્થીઓ વિના મૂલ્યે નિહાળી શકશે. મંગળવારથી શુક્રવાર 9.30થી સાંજે 4.30 કલાક સુધી તથા શનિવાર અને રવિવાર સુધી સવારે 11.30થી સાંજે 6.30 વાગ્યા સુધી
ખુલ્લી રહેશે.

development

સિટી રિપોર્ટર . સુરત
અન્ય સમાચારો પણ છે...