તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજથી બે દિવસ હડતાળ કરોડોના વ્યવહારો ખોરવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની કામદાર વિરોધી તથા મોટા કોર્પોરેટ હાઉસ તરફી નીતિઓ સામે સુરત યુનિયન ટ્રેડ કાઉન્સિલે તા.8-9 જાન્યુઆરીએ હડતાળનું આહવાન કર્યું છે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પલોઇઝ યુનિયનએ આપેલા ટેકાના કારણે આજે અને કાલે બે દિવસ બેંકો પણ બંધ રહેશે.

રાષ્ટ્રીયકૃત બેંકોના વિલીનીકરણ સાથે કર્મચારીઓની છટણી, કોન્ટ્રાક્ટર પ્રથા, ખાનગીકરણ સહિતના 12 મુદ્દાઓને સાંકળી લઈ સુરત યુનિયન ટ્રેડ કાઉન્સિલે હડતાળનું એલાન કર્યું છે. . 8 અને 9 બે દિવસ બેંકો પણ બંધ રહેશે. આ અંગે ગુજરાત બેંક વર્કસ યુનિયનના સંગઠન મંત્રી વસંત બારોટે કહ્યું હતું કે, સ્ટેટ બેંક સિવાય મોટા ભાગની સરકારી બેંકો બંધ રહેશે. બે દિવસીય બેંકિંગ કામકાજ ઠપ રહેતાં કરોડો રૂપિયાનો વ્યવહાર ખોરવાશે.

એટીએમમાં રૂટિન મુજબ કેસ ફીડ કરાશે
સોમવારે મોડી સાંજે અડાજણ, વેસુ સહિતના વિસ્તારોમાં એટીએમ ખાલી થયા હોવાની સમસ્યા સામે આવી હતી. બેંક વર્કર્સ યુનિયનના વસંત બારોટ સાથે થયેલી ચર્ચામાં જાણવા મળ્યું હતું કે, મંગળવારે સવારે રૂટિન પ્રમાણે એટીએમમાં કેશ ફીડ કરી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...