તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિંડોલી-પરવત-ગોડાદરામાં બે દિવસ પાણી પુરવઠો બંધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત

ભરઉનાળે લિંબાયત ઝોન વિસ્તારમાં પાણી પુરવઠો બે દિવસ બંધ રહેશે. આવતી 16 અને 17મીએ બે દિવસ પાણી સપ્લાઇ બંધ રહેનાર છે. વાલકથી ડીંડોલી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર આવતી રો-વોટરની 1524 મીલી મીટર વ્યાસની લાઈનમાં ગોદાડરા ચાર રસ્તા પર તથા વરાછામાં બીઆરટીએસ મેઈન રોડ ભૈયાનગર બસ સ્ટેન્ડ પાસે લીકેજ રીપેરીંગની કામગીરી તારીખ 16 એપ્રિલના રોજથી હાથ ધરવામાં આવશે તેથી લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલા ડીંડોલી, પરવત, ગોડાદરા વિસ્તારોમાં તારીખ 16 એપ્રિલ થી તારીખ 17 એપ્રિલના રોજ બે દિવસ પાણી પુરવઠો બંધ રહેશે તથા ઓછા પ્રેશરથી જથ્થો મળવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...