તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીને શુદ્ધ કરે એવા 20 ટકા બેક્ટેરિયા તાપી નદીમાં છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સિટી રિપોર્ટર . સુરત

તાપી નદીની વાત કરવામાં આવે તો પહેલા દિમાગમાં નદીમાં છોડાતું ગંદુ પાણી જ ધ્યાનમાં આવે છે. જોકે તાપી નદીના પાણી કે તટીય વિસ્તારમાં 20 ટકા એવા બેકટેરિયા છે કે જે પાણીને સ્વશુધ્ધિકરણ કરવાની ક્ષમતા ધરાવે છે. નર્મદ યુનિવર્સિટીના એકવેટીક બાયોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.કિંજલ સાંગાણી અને એચઓડી ડો.કપિલા મનોજ દ્વારા બે વર્ષ સુધી તાપી નદીના પાણીમાં રહેલા કાર્યક્ષમ બેકટેરીયા પર રિસર્ચ કરવામાં આવ્યું છે. અશ્વિનીકુમાર અને ઉત્રાણ પાસેની તાપી નદી અને તટીય માટીમાં સ્યુડોમોનાસ પ્રજાતિના 2 ટકા બેકટેરીયા મળી આવ્યા છે. જે પ્લાસ્ટિકનું વિઘટન કરવાની પણ ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત બીજા 18 ટકા બેકટેરીયા એઝોટોબેક્ટર, ફ્લેવોબેક્ટર, કોમામોનાસ, ક્લોસ્ટ્રીડીયમ વગેરે પ્રજાતિના છે જે જૈવરાસાયણિક ચક્રોને ગતિમાન રાખવામાં અને જૈવ વિઘટનની પ્રક્રિયાઓમાં નોંધપાત્ર ભાગ ભજવે છે. ઈન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવર છે ત્યારે સિટી ભાસ્કરે યુનિવર્સિટીના પ્રોફેસરોએ કરેલાં સર્વે વિશે જાણ્યું. તાપી નદીમાંથી 2 વર્ષમાં 24 સેમ્પલ લેવાયા હતાં.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો