ચોવીસી રજત પ્રતિમા પ્રતિષ્ઠા મહોત્સવનું રવિવારે આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત સ્થિત અતિ પ્રાચીન શ્રી 1008 આદિશ્વર ભગવાન ,જુના દાંડિયા મંદિર ,ચૌટાપુલ ખાતે ચોવીસી રજત પ્રતિમાની પ્રાણ પ્રતિસ્થા કરી દાતા ભક્તિબેન ટોપીવાળાના વરદ હસ્તે રવવારે બિરાજમાન કરવામાં આવશે.

શ્રી ચોવીસી રજત પ્રતિમા પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી 108 અમિત સાગરજી મહારાજ સરસંઘ મુનિરાજના સાનિધ્યમાં ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. પ્રતિષ્ઠાચાર્ય પંડિત રુપેશજી જૈન દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવશે.પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શનિવારે અને રવિવારે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...