તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

20 લોકોની ટીમે દિવસ-રાત કામ કરીને 1 મહિનામાં જ 112 વર્ષ જૂની ફ્લાઇંગ રાણીના 19 કોચ રિનોવેટ કર્યાં, આજે ફર્સ્ટ રન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | ‘બ્લેક બ્યુટી’, ત્યાર બાદ ‘ક્વીન ઓફ ધી વેસ્ટ’ અને હવે ફ્લાઇંગ રાણી તરીકે ઓળખાતી 112 વર્ષ જુની સુરત અને મુંબઇ વચ્ચે ચાલતી ટ્રેન નવા રંગરૂપમાં દોડશે. સુરતના જ કોચીંગ ડેપોમાં તૈયાર થયેલા 19 કોચને ટ્રેનના શિડ્યુલમાં ફેરફાર કર્યાં વગર જ 1 મહિનામાં ઉત્કૃષ્ટ કોચ બનાવી દેવામાં આવ્યા છે. આ માટે મિકેનિકલ વિભાગના 20 લોકોએ દિવસ-રાત કામ કર્યું હતું. ટ્રેનના એસી કોચમાં ફ્રી વાઈફાઈ સુવિધા, કેટલાક કોચમાં એન્ટ્રેન્સ એરિયાનો નવો રંગ, દેશના એતિહાસિક સ્થળોના ફોટો,બાયો -ટોયલેટ,વેન્ચ્યુરી સિસ્ટમ, મોડીફાઇડ વોશ બેઝીન, જનરલ કલાસમાં ડસ્ટબીન, એસી કોચમાં નાસ્તા ટેબલ તેમજ અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.સુરતથી સવારે 5.30 વાગ્યે રવાના થઇ 10.10વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચતી ફલાઇંગ રાણીને ઉત્કૃષ્ટ બનાવી દેવામાં આવી છે. ઉધના દાનાપૂર ટ્રેનને પણ રેલવે દ્વારા ઉત્કૃષ્ટ બનાવવાની યોજના છે.

ટ્રેનનો નવો લૂક

ટ્રેનની એન્ટ્રી એરિયા

બર્થ એરિયા

1906માં આ ટ્રેન શરૂ થઇ ત્યારે રેલવેએ આ પત્રિકા વહેંચી હતી

વીકએન્ડમાં મોજ-મસ્તી માટે ટ્રેન શરૂ કરવામાં આવી હતી

પ્રથમ વિશ્વ યુદ્ધ અને દ્વિતિય વિશ્વ યુદ્ધમાં આ ટ્રેનના પૈંડા થંભ્યા હતાં

112 વર્ષમાં આ ટ્રેનનો સહારા દરવાજા પાસે અકસ્માત થયો હતો

દેશની પ્રથમ ડબલ ડેકર ટ્રેન છે

પ્રથમ ડ્રાઇવર, ગાર્ડ અને ટ્રેનને નામ આપનાર પારસી હતાં

અમુક સંજોગોને બાદ કરતા આ ટ્રેન ક્યારેય પણ લેટ થઇ નથી

વન્સ અપોન ઇન મુંબઇ દોબારા ફિલ્મમાં આ ટ્રેનનો ઉપયોગ થયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો